Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ભારતમાં ચાર માંથી એક વ્યકિત પાસે જ છે સ્માર્ટફોન

પ્યુ રિસર્ચ સેન્ટરે તેના રીપોર્ટનાં જણાવ્યું કે ઇન્ટરનેટ ઉપયોયમાં પણ ભારત હાલમાં સૌથી પાછળઃ અનેક ગરીબ દેશો પણ તેનાથી આગળ

નવીદિલ્હી, તા.૨૮: અંદાજે બે દાયકા પહેલા શરૂ થયેલા ઇન્ટરનેટના ઉપયોગ ભારતની અર્થવ્યવસ્થાનાં અનેક પ્રકારના બદલાવ કર્યા છે. પરંતુ દેશની પ્રજા માટે સ્માર્ટફોન અને ઇન્ટરનેટની પહોંચથી આજે પણ દુર છે. પ્યુ રિસર્ચ સેન્ટરની વર્ષ ૨૦૧૭ના રીપોર્ટ મુજબ દેશના એક ચર્તુથારા નાગરીકની પાસે સ્માર્ટફોન છે.

આ રીપોર્ટમાં દેશના યુવાઓ દ્વારા સ્માર્ટફોન અને ઇન્ટરનેટ ઉપયોગ કરવાના આંકડાને સામેલ કરવામાં આવ્યા છે. રીપોર્ટ જણાવે છે. કે ભારતના ચાર માંથી એક વ્યસ્કજ ઇન્ટરનેટ વિશેષ અવસર પર ઉપયોગ કરે છે. જયારે અંદાજે આટલા જ લોકોની પાસે સ્માર્ટફોન પણ છે. સ્માર્ટફોનનો મતલબ એવા ફોન સાથે છે જેનાં ઇન્ટરનેટ અને એપ ચલાવી શકયા.

રીપોર્ટમાં સામેલ વિકસિત અને વિકાસશીલ અર્થ વ્યવસ્થા વાળા ૩૯ દેશોની યાદીમાં ભારતનું સ્થાન સૌથી નીચે આવે છેે. આ સર્વેમાં અંદાજે ૪૦ હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા.

વ્યસ્કો દ્વારા સ્માર્ટફોન ઉપયોગ કરતા લોકોનાં ભારત યાદીમાં સામેલ દરેક દેશોથી પાછળ છે. તેમાં સૌથી ઉપર અમેરિકા છે. જયાં ૮૦ ટકા વયસ્કોની પાસે સ્માર્ટફોન છે. જયારે ભારતમાં તે આંકડો અંદાજે ૨૫ ટકા છે. તે કેન્યા ૩૨ ટકા અને નાઇજારીયા ૩૫ ટકાથી પાછળ છે.(૨૨.૫)ફેસબુકનો ઉપયોગ કરવામાં પાછળ

ભારતના વયસ્ક સોશ્યલ નેટવર્કિગ સાઇટજેવી ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ વગેરેના ઉપયોગમાં પાછળ છે. ભારતના પમાંથી ૧ નાગરિક સોશ્યલ નેટવર્કિગ સાઇટનો ઉપયોગ કરે છે.

ચીન સૌથી આગળ

૭૧ ટકા વયસ્ક ચીનમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. ૨૫ ટકા વયસ્ક જ ભારતમાં કરે છે ઇન્ટરનેટનો ઉપયોગ ચીનમાં ૫ ટકા યુવાઓની પાસે છે સ્માર્ટફોન

ડિજીટલ ઇન્ડિયામાં સમસ્યારૂપ

રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં ઇન્ટરને વિસ્તારની આ

ધીમી ગતિ સરકારના ડિજિટલ ઇન્ડિયાની મુહિમની રાહમાં કાંટા સમાન છે

યુવાઓ પણ પાછળ

૩૫ ટકા ભારતીય યુવાઓની પાસે છે સ્માર્ટફોન. ૧૦૦ ટકા યુવા જર્મનીમાં રાખે છે સ્માર્ટફોન. ૯૮ ટકા યુવા અમેરિકામાં સ્માર્ટફોન ચલાવે છે.

(3:59 pm IST)