Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ફિલપકાર્ટએ હેડફોનની જગ્યાએ મોકલી તેલની શીશીઃ ફરિયાદ કરી તો મેસેજ આવ્યો... 'વેલકમ ટુ ભાજપ'

કોલકાતા તા. ૨૮ : કોલકાતામાં એક ફુટબોલ પ્રશંસકે ઓનલાઈન વેબસાઈટ ફિલપકાર્ટ પર બે હેડનફોન ઓર્ડર કર્યા. જોકે ફિલપકાર્ટ તરફથી જે પેકેટ આવ્યા તેમાં હેડફોનની જગ્યાએ તેલની શીશી નિકળી. ત્યાર બાદ ગુસ્સામાં ફિલપકાર્ટને ફરિયાદ કરવા માટે પેકેટ પર છપાયેલ નંબર પર કોલ કર્યો, પરંતુ ફોનની એક રિંગ બાદ તે કપાઈ ગયો. જયારે બીજી વખત ફોન લગાવવા ગયો તો મેસેજ આવ્યો. મેસેજમાં લખ્યું હતું, 'વેલકમ ટુ ભાજપ' એટલે કે તમારું ભાજપમાં સ્વાગત છે.

મેસેજમાં ભાજપનો પ્રાથમિક સભ્યપદ નંબર પણ લખ્યો હતો અને આગળની પ્રક્રિયા પૂરી કરવા માટે આગળના બે સ્ટેપ્સ ફોલો કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો. જોકે તેણે નંબર ફરીથી ડાયલ કર્યો, તો ફરીવાર આવો જ મેસેજ આવ્યો. આ બાદ તેણે પોતાના મિત્રોને નંબર આપ્યો અને તેમને પણ ફોન કરતા આવા મેસેજ મળ્યા. જલ્દી જ તેમને આભાસ થયો કે ૧૮૦૦ ૨૬૬ ૧૦૦૧ ભાજપનો નંબર છે.

જોકે આમામલે ફિલપકાર્ટે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, તેણે જૂનો નંબર ત્રણ વર્ષ પહેલા છોડી દીધો હતો. જોકે તે નંબર પેકિંગ પર ઉપયોગ કરાતા ટેપ પર પ્રિન્ટ હતો અને કેટલાક ટેપ હજુ પણ ઉપયોગ થઈ રહ્યો છે.

કંપનીએ કહ્યું કે શકય છે કે ઓપરેટરે આ નંબર ફરીવાર અલોટ કરી દીધો હોય, કારણ કે ઘણીવાર નંબર છ મહિના સુધી ઉપયોગ ન કરાતા ઓપરેટર તે નંબર અન્ય ગ્રાહકને આપી દે છે. ફિલપકાર્ટે ભૂલથી હેડફોનના બદલે તેલની બોટલ મોકલવા પર માફી માગી અને કહ્યું કે, 'તમે ઈચ્છો તો તેલની બોટલનો ઉપયોગ કરી શકો છો અથવા પછી ફેંકી શકો છો. તેમને હેડફોન મોકલાઈ રહ્યો છે.'

બીજી તરફ ભાજપની પશ્ચિમ બંગાળ ટીમે ફિલપકાર્ટ સાથે કોઈપણ પ્રકારના સંબંધથી ઈનકાર કર્યો છે. પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યુંકે, ભાજપનો નંબર વેબસાઈટ અને ફેસબુક સહિત તમામ જગ્યાઓ પર છે. કોઈપણ તેને શેર કરી શકે છે.

(3:57 pm IST)