Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

પવિત્ર અમરનાથ યાત્રાના રૂટ વિશે સંક્ષીપ્ત

 કાશ્મીરમાં હાલ વાતાવરણ ચિંતાજનક છે. આજે પહેલો જથ્થો બાબાના દર્શન કરે તે પહેલા વરસાદનું વિધ્ન આવતા પવિત્ર અમરનાથ યાત્રા બાલતાલ - પહેલગાવમાં રોકી દેવામાં આવી છે. હજુ પણ ૪૮ કલાક હવામાન ખરાબ રહેવાની ચેતવણી અપાઇ છે.

 ૧૨,૭૫૬ ફુટની ઉંચાઇએ સ્થિત બાબા બર્ફાનીની પહેલી તસ્વીર મંગળવારે જાહેર કરવામાં આવી હતી. આતંકવાદ ઉપર આસ્થા ભારે પડતી હોય તેમ અત્યાર સુધીમાં ૨ લાખ શ્રધ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવી લીધુ છે. ગુફા સુધી પહોચવાના મુખ્ય બે રસ્તા છે. પ્રત્યેક  રસ્તા ઉપરથી દરરોજ ૭૫૦૦ ભાવિકોને આગળ મોકલવામાં આવે છે. ગયા વર્ષે ૪૦ દિવસ યાત્રા ચાલી હતી, જયારે આ વર્ષે ૬૦ દિવસ સુધી ભાવિકો બાબાના દર્શન કરી શકશે

 મુખ્ય બે રસ્તા પૈકી પહેલો માર્ગ બાલતાલથી શરૂ થાય છે. જે દોમેલ (૨. કી.મી.), દોમેલથી બરારી (૫ કી.મી.), બરારી થી સંગમ (૪ કિ.મી.) અને સંગમ થી ગુફા સુધી (૩કી.મી.) છે. જે કુલ ૧૪  કિલોમીટર છે.

 જયારે બીજો માર્ગ પહેલ ગામ - ચંદનવાડી બેઝ કેમ્પ (૧૬ કી.મી.), પિસ્સુ ટોપ (૩ કી.મી.), જોજીબલ-નાગાકોટી-શેષનાગ (૯ કી.મી.) વારબલ (૪.૬ કિ.મી.), મહાગુન ટોપ - પાલીબલ- પંચતરણી (૬ કી.મી.) અને ત્યાંથી સંગમ અને ગુફા સુધી (૩ કી.મી.) પહોંચવા કુલ ૪૧.૬ કિલોમીટરનું અંતર થાય છે.

(3:55 pm IST)