Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

આજે આખી દુનિયામાં દેખાશે સદીનો સૌથી સુંદર ચંદ્રઃ ગુલાબી રંગનો થશેઃ જોવાનું ન ભુલાય

નવી દિલ્હી, તા. ૨૮ :. આપણે જાણીએ જ છીએ કે અવકાશમાં કોઈને કોઈ ઘટના બનતી જ રહે છે. કયારેક કોઈ ગ્રહ અહીંથી ત્યાં થાય છે તો કયારેક કોઈ તારો તૂટી પડે છે. આથી જ એક ઘટના આજે રાત્રે થશે જે આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચશે.

આજે સૌને 'સ્ટ્રોબેરી મુન' આકાશમાં જોવા મળશે. જે આકારમાં મોટો, ગુલાબી અને અત્યંત સુંદર હશે, તેને સ્ટ્રોબેરી મુન નામ અપાયુ છે, કેમ કે તેનો રંગ થોડોક સ્ટ્રોબેરી જેવો હશે જે જોવાવાળાનું મન ગુલાબી કરી દેશે. નાસાના કહેવા પ્રમાણે આ ગુલાબી ચંદ્ર આખી દુનિયામાં જોઈ શકાશે.

જૂનની પૂનમના દિવસે ઉગતા ચંદ્રને સ્ટ્રોબેરી મુન કહેવાય છે, કયાંક કયાંક તેને હોટ મુન અથવા હનીમુન પણ કહેવાય છે. આ પ્રકારના એકદમ અનોખા સ્ટ્રોબેરી મુનને જોવાનું વર્ષો પછી સંભવ બને છે.

(3:55 pm IST)