Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

કર્ણાટકમાં સરકાર તૂટે તો રાષ્ટ્રપતિ શાસનઃ (તો) વજુભાઇ સર્વેસર્વા

કોંગ્રેસ-જે. ડી. એસ.નો આંતરકલહ વધતો જાય છેઃ જુલાઇમાં બજેટ સત્ર નિર્ણાયકઃ ભાજપને તાત્કાલીક સરકાર રચવામાં રસ નહિ

રાજકોટ તા. ર૮ : કર્ણાટકમાં જનતાદળ (એસ) ના મુખ્યમંત્રી કુમારસ્વામી અને કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી સિધ્ધાર્થમૈયા વચ્ચે કલહ વધતા સરકાર પર સંકટના વાદળો ઘેરાયા છે એક મહિના પહેલા જ શપથ લેનાર કુમારસ્વામીની સરકારના ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાવા લાગ્યા છે. જુલાઇના પ્રારંભે બજેટ સત્ર છે તે વખતે અથવા તે પૂર્વ નવાજુની થવાની સંભાવના છે જો અત્યારે દેખાતી શકયતા મુજબ કોંગ્રેસનું એક જુથ છુટુ પડે તો કર્ણાટકમાં સરકાર લઘુમતીમાં આવી શકે ેતેમ છ.ે કોંગ્રેસ અને જેડીએસની મિશ્ર સરકારનું પતન થાય તો ભાજપની સરકાર રચવા કરતા રાષ્ટ્રપતિ શાસન આવવાની શકયતા વધુ છે. રાષ્ટ્રપતિ શાસન વખતે રાજયનો સમગ્ર વહીવટ રાજયપાલ હસ્તક રહેતો હોય છે રાજકોટના વતની રાજયપાલ વજુભાઇ વાળાને  કર્ણાટકમાં અમૂક સમય માટે સર્વેસવા રહેવાની તક છ.ે

 

ગયા મે મહિનામાં ધારાસભાની ચૂંટણી પછી ૧૦૪ બેઠકો સાથે ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉપસતા રાજયપાલે તેના વડા યદુરપ્પાને સરકાર રચવાની તક આપેલ તે બહુમતી પુરવાર ન કરી શકતા રાજીનામુ આપવું  પડેલ  ત્યારપછી કોંગ્રેસ અને જનતાદળે હાથ મિલાવેલ  ૪૦  બેઠકોની બહુમતી ધરાવતા જનતાદળના કુમારસ્વામી કોંગીના સહકારથી  મુખ્યમંત્રી બન્યા છે ર અપક્ષો સહિત કોંગીનું સંખ્યાબળ હાલ ૮૦ જેટલા સભ્યોનું  છે. માત્ર ૬ જેટલી બેઠકોની બહુમતી શાસન ચાલ ેછે. બજેટ પ્રશ્ને વર્તમાન અને પૂર્વ મુખ્યમંત્રી સામસામે છે.  જો કોંગીના ૭ થી વધુ સભ્યો પક્ષથી અલગ પડે તો સરકાર  લઘુમતીમાં આવી શકે છે. રાજયપાલે એક વખત ભાજપને અને એક વખત જનતાદળ-કોંગીના ગઠબંધનને સરકાર રચવાની તક આપી દીધી છે તેથી હવે સરકાર તૂટ તો રાષ્ટ્રપતિ શાસસનેજ શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.

હવે  ભાજપને તાત્કાલીક સરકાર રચવામાં રસ નથી. રાષ્ટ્રપતિ શાસન વખતે ભાજપ તડજોડ કરીને મજબુત બહમુતીની સ્થિતિ પ્રાપ્ત કરવા માંગે છ.ે ત્યાર પછી જ સરકાર રચવાનો દાવો કરવાની ગણતરી દેખાય છે.કર્ણાટકમાં લાંબો સમય રાજકીય અસ્થિરતા રહે તો વિધાનસભા વિસર્જન કરી નવેસરથી ચુંટણી જ અંતિમ વિકલ્પ છે.(૬.૨૧)ક

(3:39 pm IST)