Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

કાયદાકીય પ્રક્રિયા જટિલ હોવાના લીધે 9૩% રેપ પીડિતાઓને વળતર મળતું નથી

જોગવાઇઓ ફકત કાગળો પર જ કલ્યાણકારી લાગે છે, રાજસ્થાનમાં સ્થિતિ અત્યંત દયનીય

નવીદિલ્હી, તા.૨૮: ભારતમાં દુષ્કર્મ પીડીતાઓને રાહત આપવા માટે અનેક જોેગવાઇ કરવામાં આવી છે. તેમાથી સૌથી મુખ્ય આ જધન્ય ઘટનાની શિકાર પિડિતા ને રાહત અને પુનર્વાસનછ વ્યવસ્થા અને આથિર્ક મદદ છે. આ જોગવાઇ કાગળો પર તો કલ્યાણકારી છે પરંતુ રાજસ્થાનમાં  તેની જમીની હકીકત અત્યંત ડરામણી છે. મીડીયા રીપોર્ટના જણાવ્યા મુજબ રાજયમાં છેલ્લા ચાર વર્ષોમાં દુષ્કર્મના ૧૪ હજારથી વધુ કેસો સામે આવ્યા.પરંતુ અંદાજે ૯૯૩ પીડિતોને જ સરકાર દ્વારા આર્થિક મદદ અપાઇ છે. આંકડાકીય માહિતી મુજબ ૭ ટકાથી પણ ઓછી પીડિતાઓને રાજય સરકાર દ્વારા ચલાવી રહેલી યોજનાઓનો લાભ મળ્યો છે. નેશનલ લીગલ સર્વિસેઝ ઓથોરીટીનું પણ માનવું છે કે ફફત ૫ થી ૧૦ % રેપ વિકિટમને વળતર મળી રહી છે રાજસ્થાનની સ્થિતિ અત્યંત ખરાબ છે.

વળતર મેળવવા માટે દુષ્કર્મ પીડિતાઓને જટિલ પ્રકિયામાં પસાર થવું પડે છે. પીડિતાએ સૌથી પહેલા સાંગંદનામુ આપયુ પડે છે કે તે તપાસમાં પોલીસની મદદ કરશે. વધુ પડતા કેસમાં પીડિતા હિંમતથી આગળ વધી શકતી નથી સોર્ગદનામુ દાખલ કર્યા બાદ આર્થિક સહાયતાનો  પ્રસ્તાવ જિલ્લા વિધિક સેવા પ્રાધિકરણના પાસે મોકલવામાં આવે છે. પહેલા પોલીસ તપાસબાદ કોર્ટની કાર્યવાહીમાં પીડિતાઆને અનેક મુશ્કેલી થાય છે.

દેશમાં દુષ્કર્મની સતત વધતી ઘટનાઓ ને જોઇને તેના પર અંકુશ લગાવા માટે અત્યંત  સખ્ત કાયદાને અમલમાં લાવવામાં આવ્યો છે. સાથે જ તેના જીવનને પાટા પર લાવા માટે આથિર્ક મદદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ કાયદાકીય જોગવાઇઓની જટિલતાને કારણે આર્થિક મદદ મેળવવા માટે પીડિતાઓને કારણે આર્થિક મદદ મેળવવા માટે પીડિતાઓને જટિલ પ્રક્રિયા કરવી પડે છે.

જોકે કેન્દ્ર અથવા રાજયસરકાર ઇચ્છે તો શીર્ષ અદાલત દ્વારા નકકી કરેલી આર્થિક મદદની રકમને વધારી પણ શકે છે સુપ્રીમના નીર્ણયમાં અગાઉ ૨ લાખ રૂપિયાની આપવાની વ્યવસ્થા હતી.

(3:33 pm IST)