Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ઇન્દ્રદેવને મનાવવા ૭ વર્ષની આ છોકરી તપ કરવા બેઠી

લખનોૈ તા ૨૮ : ઉતર પ્રદેશના એક સમાચાર સોશ્યલ મીડીયામાં ખુબ ચર્ચામાં છે. રૂહેરી નામના ગામમાં ધગધગતા તાપમાં કૃષ્ણા નામની સાત વર્ષની છોકરી ઇન્દ્રદેવને રીઝવવા માટેખુલ્લી જગ્યામાં તપસ્થા કરવા બેસી ગઇ છે. લોકોનું કહેવું છે કે કૃષ્ણાને એક દિવસ અચાનક શું થયું કે તે વરસાદ આવે એ માટે ખેતર પાસે જઇને ઇન્દ્ર દેવને મનાવવા બેસી ગઇ.  ગામલોકોએ તેને ખુબ મનાવવાની કોશીશ કરી, પણ તે જીદ પર ટકી રહી જયારે તેમને લાગ્યું કે આ કન્યા નહીં માને એટલે કેટલાક ભકિતભાવવાળા લોકો ખંજરી અને તબલાં  લઇને તેની આસપાસ બેસી ગયા અને ભજન કિર્તન શરૂ કરી દીધા, ગામલોકોએ કૃષ્ણાની આજુબાજુમાં અન્ન અને ધન ભેટરૂપે મુકવાનું શરૂ કરી દીધું છે. તેમનુંં કહેવું છે કે ભગવાન પ્રન્ન થતાં વરસાદ આવશે એટલે આ ધનથી ભંડારાના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. જોકે ગામમાં આવી કોઇ ઘટના ઘટી રહી છે એ બાબતે સ્થાનીક પ્રશાસન બે ખબર છે.

(3:32 pm IST)