Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

મૃત્યુ વખતે પરભવમાં આપણી ટ્રાવેલ બેગમાં સંસ્કારો જ સાથે આવે છે : સમણ શ્રુતપ્રજ્ઞજી

શિકાગો જૈન સંઘની રપ મી વર્ષગાંઠની ઉત્સાહભેર ઉજવણી : દસ દિવસનો ભરચક કાર્યક્રમ અને પ્રવચનો

શિકાગો : શિકાગો જૈન સંઘનાી રપમી વર્ષગાંઠ અત્યંત ઉત્સાહ સાથે ઉજવાઇ રહી છે અનેક સાધુ ભગવંતોના પ્રવચનો થઇ રહ્યા છે. પરમાત્માની પવિત્ર પૂજાઓ અને ભકિત કાર્યક્રમો થઇ રહ્યા છે. રર થી ૩૦ ફાઉન્ડેશનના પ્રમુખ સમણ શ્રુતપ્રજ્ઞજીએ જીવની પ્રાથમિકતા અને આધ્યાત્મિક જીવનના ત્રણ સુત્રોવિષય પર પ્રવચનો આપયા હતા. અમેને કહ્યું હતું કે છ પ્રકારની પ્રાથમિકતાઓ હોય છે. શારીરિક ભૌતિક, માનસિક, બૌદ્ધિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક પ્રાથમિકતા જ જીવનમાં સંતોષ અને શાંતિને જન્માવી શકે છે. માણસની પ્રાથમિકતા એના સંસ્કારો પ્રમાણે નક્કી થાય છે અને એ સંસ્કારો જો અશુભ હોય તો તેને બદલી શકાય છે.

બીજા પ્રવચનનમાં એમને કર્યુ હતું કે જીવનના ક્ષણિક કામો અને ભોગો માટે આત્માની શકિત ક્ષીણ ન થવી જોઇએ મર્યા પછી માણસ કોઇ પદ, પ્રતિષ્ઠા પરિવાર કે પૈસા પદ અને પ્રતિષ્ઠાનના નિમિત્તે એવા કામો ન કરશો કે ખોટા સંસ્કારો અર્જિત થાય અને આગળના ભવોની યાત્રા બગાડી મુકે. એમને આધ્યાત્મિક જીવન માટે ત્રણ સુત્રો આપ્યા હતા. એક નિમિત્તને કયારેય કારણ ન માનો કોઇ વ્યકિતએ અપશબ્દો કહ્યા એ નિમિત્ત છે અને એનાથી તમને જો ક્રોધ આવ્યો હતો એ ક્રોધ કારણ છે. તમારા ક્રોધનું કારણ નિમિત્ત નથી. નિમિત્ત બહારથી આવે છે. ક્રોધ તમારા ભીતરમાંથી આવે છે અને તે માટે તમે પોતે જ જવાબદાર છો. ર. દરેક જીવનની પોતાની યાત્રા છે. એ માટે તમો તમારી યાત્રાનું ધ્યાન રાખી, બીજાની યાત્રાથી તમે ડિસ્ટર્બન થાઓ અને ૩. પ્રસંગને વાર્તામાં ર્રૃપાંતરણ ન કરો. પ્રસંગ બહાર હોય છે, હું વાર્તા બનાવું એ ભીતર હોય છે પ્રસંગ નહિ, એના આધારે હું જે વાર્તા બનાવું છું એનાથી સંસ્કારો બને છે.

સંઘ સભ્ય સુનિલભાઇ સમણજીનો પરિચય આપ્યો હતો અને શિકાગો જૈન સમાજના શ્રાવિકા અને જૈન પાઠશાળામાં બાળકોને જૈન ધર્મ શીખવતાં મીનલબેન શાહ દ્વારા લિખિત સુંદર પુસ્તક, ગોલ્ડન કીઝ ઓફ એજયુકેશનું સમણ શ્રુતપ્રજ્ઞજી દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. સમણશ્રીએ આ પ્રસંગે મીનલબેન શાહને આ સુંદર કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા. વિપુલભાઇ અને અતુલભાઇ સાથે સમગ્ર કમિટીના સભ્યો દ્વારા પ્રવચન પૂર્વે સમણજીનું શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું.

(12:28 pm IST)