Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

શેરબજાર ફ્લેટ : સેંસેક્સ સુધરીને નવી સપાટી ઉપર

સેંસેક્સ ૩૫૨૨૨ની સપાટી પર રહેતા ચર્ચા : નિફ્ટી ૧૨ પોઇન્ટ ઘટી ૧૦૬૫૯ની નીચી સપાટી પર

મુંબઇ,તા. ૨૮ : શેરબજારમાં આજે ઉતારચઢાવની સ્થિતી રહી હતી. કારોબારની શરૂઆત થયા બાદ  છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ પાંચ પોઇન્ટ ઉછળીને ૩૫૨૨૨ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૨ પોઇન્ટ ઘટીને ૧૦૬૫૯ની નીચી સપાટી પર રહ્યો હતો.કારોબારના અંતે સેન્સેક્સ ૨૭૩ પોઈન્ટ ઘટીને ૩૫૨૧૭ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૯૮ પોઈન્ટ ઘટીને ૧૦૬૭૧ની સપાટીએ રહ્યો હતો.  લિબિયન નિકાસને લઈને અનિશ્ચિતતાના વાદળો ઘેરાઈ જતા આ સ્થિતિ સર્જાઈ છે. અમેરિકી અધિકારીઓએ નવેમ્બરથી ઈરાનિયન ક્રુડની ખરીદી ન કરવા આયાતકારોને આદેશ કર્યો છે. કારોબારના અંતે ગઇકાલે સેંસેક્સ અને નિફ્ટી નજીવા સુધારા સાથે બંધ રહ્યા હતા. અમેરિકા અને ચીન સહિત જુદા જુદા દેશો વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ ચાલી રહી છે જેના કારણે મૂડીરોકાણકારો રોકાણ કરવાની સ્થિતિમાં દેખાઈ રહ્યા નથી. ઔરંગાબાદ સ્થિત ઓટો ઘટક બનાવતી કંપની વારરોક એન્જિનિયરિંગ દ્વારા ૧૯૫૫ કરોડ રૂપિયાના આઈપીઓ કરવામાં આવ્યો હતો. પ્રાઇઝ બેન્ડનો આંકડો ૯૬૫થી ૯૬૭ રૂપિયા રાખવામાં આવ્યો છે. પ્રમોટરો દ્વારા ૨૦૨૨૧૭૩૦ ઇક્વિટી શેરનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે.  આ કંપની ગ્લોબલ ઓટો મોટિવ ઘટકો બનાવનાર કંપની છે. સાથે સાથે લાઇટિંગ સિસ્ટમ, પાવર ટ્રેન, ઇલેક્ટ્રીકલ અને ઇલેક્ટ્રોનિક્સ જેવી ચીજવસ્તુઓ બનાવવામાં નિષ્ણાત કંપની છે. સમગ્ર વિશ્વમાં પેસેન્જર કાર અને મોટરસાઇકલના સેગ્મેન્ટમાં બોડી અને ચેચિસ પાર્ટ્સ તેના દ્વારા બનાવવામાં આવે છે. એન્જિનિયરિંગ આઈપીઓને લઇને કારોબારીઓ આમા રોકાણ કરવા માટે ઇચ્છુક છે. તાજેતરમાં જ બે આઈપીઓને સારો પ્રતિસાદ મળ્યા બાદ આને લઇને મજબૂત પ્રતિસાદ મળી શકે છે. રાઇટ્સ અને ફાઈન ઓર્ગેનિક જેવા બે આઈપીઓને લઇને ભારે ઉત્સુકતા છે.  વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ રહી હોવા છતાં શેરબજારમાં તેજી રહેતા કારોબારીઓ ખુશખુશાલ દેખાયા હતા. કારોબારી હાલ રોકાણ કરવાના મુડમાં દેખાઇ રહ્યા નથી.

(12:27 pm IST)