Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

૧૮ લાખ મહિલાઓની જઇ શકે છે નોકરી : મેટરનિટી કાયદામાં ફેરફારથી થશે નુકસાન

ટીમલીઝે ૩૦૦ એમ્‍પલોયર પર કર્યો સર્વેઃ ભારતમાં માતૃત્‍વ લાભમાં સુધાર કરવા અને મહિલાઓના કેરિયર પ્રત્‍યે આગળ વધવા પર પ્રોત્‍સાહિત કરવા માટે બનાવેલા નવા કાયદાથી વિપરીત પ્રભાવ પડી શકે છે

નવી દિલ્‍હીઃ ભારતમાં માતૃત્‍વ લાભમાં સુધાર કરવા અને મહિલાઓના કેરિયર પ્રત્‍યે આગળ વધવા પર પ્રોત્‍સાહિત કરવા માટે બનાવેલા નવા કાયદાથી વિપરીત પ્રભાવ જોવા મળી શકે છે. આ વાતનો ખુલાસો એક સર્વેમાં થયો ચે. ટીમલીઝ સર્વિસેજે એક સર્વે જારી કર્યો છે. તેમાં કહેવામાં આવ્‍યું કે, નવા કાયદાએ ભારતને પ્રગતિશીલ દેશ બનાવ્‍યો છે. કેનેડા અને નોર્વે બાદ ભારતમાં મહિલાઓને નોકરીમાં બન્‍યા રહેવાના માર્ગ ખુલ્લા છે. પરંતુ આ કાયદો હવે નોકરી જવાનું કારણ બની શકે છે. એક અનુમાન પ્રમાણે, નવા કાયદાથી દેશભરમાં આશરે ૧૮ લાખ મહિલાઓની નોકરી જઈ શકે છે.

નવા કાયદાથી મહિલાઓને નાના વ્‍યવસાયમાં હતોસ્‍સાહિત સ્‍થિતિનો સામનો કરવો પડશે. આ સાથે સ્‍ટાર્ટઅપમાં મહિલાઓની ભાગીદારી ઓછી થશે. એક અનુમાન પ્રમાણે, નવા કાયદાને કારણે માર્ચ ૨૦૧૯માં ૧૦ સેક્‍ટર્સની આશરે ૧૧ લાખથી લઈને ૧૮ લાખ મહિલાઓ પોતાની નોકરી ગુમાવી શકે છે.

માનવ સંસાધન કંપનીના એક સર્વે પ્રમાણે, આ અનુમાનને તમામ સેક્‍ટરમાં જોડવામાં આવે તો આ આંકડો ૧ કરોડથી વધુ હોઈ શકે છે. આ દેશ માટે ખૂબ ખરાબ સમાચાર છે. છેલ્લા એક દશકમાં પહેલાથી જ મહિલાઓની ભાગીદારી ઓછી થઈ છે. નાણાકિય વર્ષ ૨૦૧૬ના અંત સુધીમાં મહિલાઓની નોકરીમાં ભાગીદારી ઘટીને ૨૪ ટકા પર આવી ગઈ હતી. જે એક દશક પહેલા ૩૬ ટકા હતી. મેનેજમેન્‍ટ કન્‍સલ્‍ટિંગ ફર્મ મૈકેન્‍જી પ્રમાણે઼, જો ૨૦૨૫ સુધી નોકરીના ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધે છે તો દેશના જીડીપીમાં ૭૦૦ બિલિન ડોલર એટલે કે ૪.૮૦ લાખ કરોડ રૂપિયાનો વધારો થઈ શકે છે.

સર્વેમાં એવિએશન, આઈટી, આઈટી સર્વિસ, રિયલ એસ્‍ટેટ, એજયુકેશન, ઈ-કોમર્સ, મેન્‍યુફેક્‍ચરિંગ, રિટેલ, ટૂરિઝમ, બેન્‍કિંગ અને ફાઇનાન્‍શિયલ સર્વિસના ૩૦૦ એમ્‍પલોયર વચ્‍ચે કરવામાં આવ્‍યો હતો. તેનાથી ખ્‍યાલ આવે છે કે મોટી અને પ્રોફેશનલ કંપનીઓ સુધારના ઉપાયોને પરત લાવશે. જયારે નાની કંપનીઓ મહિલાઓની ભરતી કરવાનો વિરોધ કરી શકે છે.

સામાજિક રૂપથી રૂઢિવાદી ભારતમાં મહિલાઓને હંમેશા કેરિયર વધારવાથી રોકવામાં આવે છે. અમીર ઘરોની મહિલાઓને નોકરી કરવા માટે ખૂબ પ્રોત્‍સાહિત કરવામાં આવતી નથી. આ ત્‍યારે જ થાય જયારે પુરૂષનું વેતન ઓછું પડે, ત્‍યારે મહિલા નોકરીની શોધ કરે છે. તેમાં વધુ પડતી મહિલા પોતાના પરિવાર અને બાળકોની સ્‍થિતિને જોતા બહાર આવે છે. વિશ્વ બેન્‍કના એક અનુમાન પ્રમાણે ૨૦૦૪ બાદ આઠ વર્ષોમાં આશરે ૨ કરોડ મહિલાઓ (ન્‍યૂયોર્ક, લંડન અને પેરિસની સંયુક્‍ત વસ્‍તીને બરાબર) ભારતમાં કાર્યક્ષેત્રમાંથી ગાયબ થઈ ગઈ છે.

મહત્‍વનું છે કે, ગત વર્ષે મોદી સરકારે સંગઠિત ક્ષેત્રોમાં કામ કરનારી મહિલાઓ માટે માતૃત્‍વ અવકાશ સંબંધી નવો કાયદો રજૂ કર્યો હતો. જેમાં માતૃત્‍વ રજા ૧૨ સપ્તાહથી વધારીને ૨૬ સપ્તાહ કરી દીધી હતી. આ કારણે ઘણા વ્‍યાપાર બંધ પણ થઈ ગયા છે. સર્વે પ્રમાણે મેટરનિટી કાયદો લાગૂ થયા બાદ વ્‍હાઇટ કોલર એમ્‍પલોયરના વાર્ષિક વેતન પર ૮૦ થી ૯૦ ટકા ખર્ચ થશે. જયારે બ્‍લૂ કોલર કર્મચારીઓના વાર્ષિક વેતન પર ૧૩૫ ટકાનો ખર્ચ થશે.(૨૧.૬)

(11:47 am IST)