Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

કુમારસ્‍વામી સરકાર માટે સિદ્ધારમૈયા ખતરારૂપ બની ગયા

અસંતુષ્‍ટોના તેઓ લીડર બની ગયા , ૯ નારાજ કોગ્રેસી વિધાનસભ્‍યોને આજે મળશે

બેંગ્‍લોર તા. ૨૮ : કર્ણાટકમાં કોંન્‍ગ્રેસ અને જેડી(એસ)ની સરકાર બન્‍યા પછી રાજ્‍યના રાજકારણ પર મજબૂત પકડ ધરાવતા ભૂતપૂર્વ મુખ્‍ય વડાપ્રધાન સિદ્ધારમૈયાનાં રિસામણા એચ.ડી. કુમારસ્‍વામીને ભારે પડી રહ્યા છે. પાંચમી જુલાઇએ રાજ્‍યનુ બજેટ રજૂ કરવામાં આવે એ પહેલા કુમારસ્‍વામીની સરકારના પતનના ભણકારા વચ્‍ચે એક પ્રધાન સહિત કોન્‍ગ્રેસના  નવ વિધાનસભ્‍યો સિદ્ધારમૈયાના મળવા જવાના છે , ટુંક સમયમાં  સાઉથ કન્નડ જિલ્લાના બેલથાંગડી ગામમાાં મુલાકાત થવાની શક્‍યતા છે.

છેલ્લા કેટલાક દિવસોથી સિદ્ધારમૈયા સતત કુમારસ્‍વામીની બાબતે અસંતોષ ઠાલવે છે. આ પરિસ્‍થિતી માં જેડી(એસ)ના વિધાનસભ્‍યોમાં રોષ અને કોન્‍ગ્રેસના નેતાઓમાં અસંતોષ વધી રહ્યો છે. સિદ્ધારમૈયા કર્ણાટકમાં જેડી(એસ)-કોન્‍ગ્રેસ  સમન્‍વય સમિતિના અધ્‍યક્ષ પણ છે સિદ્ધારમૈયા હિમાચલ પ્રદેશમાં નેચરોથેરાપીની સારવાર માટે પણ ગયા હોવાનું કહેવાય છે. તેઓ વેકેશન-બ્રેક પર હોવાની જાહેરાત કરીને ફોન પણ રીસીવ નથી કરતા , પરંતુ તેમની વિશ્વસનીય સહયોગી સાથે વાતચીત ચાલુ હોવાનુ કહેવાય છે. સમન્‍વય સમિતિના  અધ્‍યક્ષ તરીકે  સરકાર ચલાવવામાં નડતી મુશ્‍કેલીએ દુર કરીને સંકટમોચક બનવાને બદલે સિદ્ધારમૈયાએ વિઘ્નસંતોષીની ભુમિકા ભજવવા માંડી હોવાનુ જણાઇ રહ્યુ છે.  કુમારસ્‍વામીના  બજેટ સામે વાંધા વચકા કાઢવાના સિદ્ધારમૈયાના વલણને પણ કેટલાક વિધાનસભ્‍યો બિનજરૂરી અને ગેરવ્‍યાજબી ગણે છે. (૧૭.૩)

(11:45 am IST)