Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

દિલ્‍હી- એનસીઆરમાં ૨૪ કલાકમાં સારો વરસાદ પડશેઃ કાલે ઉ.ભારતમાં આંધી

સાથે જોરદાર વરસાદઃ હવામાન ખાતુ ઉત્તરાખંડ-પંજાબ-હરીયાણા-ચંદીગઢ- દિલ્‍હી- ઉત્તર પ્રદેશ-સબહિમાલય-પヘમિ બંગાળ-સિકકીમ અને કર્ણાટકના તટવર્તીય વિસ્‍તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની પણ આગાહી

નવી દિલ્‍હીઃ ભારતીય હવામાન વિજ્ઞાન કેન્‍દ્ર મુજબ આજે દિલ્‍હીમાં વાદળો છવાશે અને વરસાદ પડશે. જયારે કાલે આંધી સાથે જોરદાર વરસાદની સંભાવના દર્શાવી છે. રાજધાની દિલ્‍હી તથા એનસીઆરમાં બુધવારથી કટકે-કટકે વરસાદ થઇ રહયો છે. ત્‍યારે ચોમાસુ જલ્‍દી બેસી જવાની અને ૨૪ કલાકમાં સારો વરસાદની સાથે તાપમાનમાં પણ ઘટાડો  થવાની આશા હવામાન ખાતાએ દર્શાવી છે. જો કે આજે વરસાદની શકયતા સાથે કાલે ૨૯મીના રોજ દિલ્‍હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં આંધી સાથે જોરદાર વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે.

(11:42 am IST)