Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ભારત-અમેરિકી સંબંધોમાં કડવાશ? મંત્રણા સ્‍થગિત

૬ જુલાઇએ વોશીંગ્‍ટનમાં યોજાનાર ર + ર મંત્રણા ટાળી દેતું અમેરિકાઃ સુષ્‍મા સ્‍વરાજ-નિર્મલા સીતારામન અમેરિકા જવાના હતા: વ્‍યાપાર અને ટેરિફ મુદ્‌્‌ે બંને દેશો વચ્‍ચે ખટાશઃ ટ્રમ્‍પની દાદાગીરી સામે ભારત પણ ઝૂકવા નથી માંગતું

વોશીંગ્‍ટન તા. ર૮ :.. અમેરિકાએ બુધવારે ફરી એકવાર બંને દેશો વચ્‍ચે થનાર ઉચ્‍ચ કક્ષાની ર +  ર બેઠક  સ્‍થગિત કરેલ છે. આ બેઠક ૬ જૂલાઇથી વોશીંગ્‍ટનમાં શરૂ થવાની હતી. ટ્રમ્‍પ સરકારના આ પગલાથી સ્‍પષ્‍ટ થાય છે કે નવી દિલ્‍હી તેની પ્રાથમિકતા માં નથી.

અમેરિકી અધિકારીઓએ જણાવ્‍યું કે તેમણે તેમના સમકક્ષોને જણાવી દીધું છે કે અમેરિકી રક્ષા મંત્રી અને વિદેશ પ્રધાનની તેમના ભારતીય સમકક્ષો સાથે ૬ જૂલાઇએ થનારી બેઠક અનિવાર્ય કારણોસર સ્‍થગીત કરાઇ છે.

વિદેશ મંત્રાલયના પ્રવકતા રવિશ કુમારે ટવીટ કરીને જાણકારી આપી કે અમેરિકી વિદેશ પ્રધાન માઇક પોમ્‍પીઓએ સુષ્‍મા સ્‍વરાજ સાથે વાત કરી હતી અને બેઠક સ્‍થગિત થવા બાબતે દુઃખ વ્‍યકત કર્યુ છે. રવિશ કુમારે કહ્યું કે બંને નેતાઓએ આ બેઠક માટે ટુંક સમયમાં નવી તારીખો નકકી કરવા બાબત સહમતી આપી છે.

આ પહેલા આ બેઠક માર્ચમાં થવાની હતી જે રદ કરીને જૂલાઇમાં ગોઠવાઇ હતી. જો કે ત્‍યારે ટ્રમ્‍પે પોતાના તત્‍કાલીન વિદેશ પ્રધાન રેકસ ટીલરસનને હોદા પરથી હટાવવાના કારણે બેઠક રદ કરાઇ હતી. સુત્રોનું માનીએ તો હાલના વિદેશ પ્રધાન જીમ મેટીસ પણ ટ્રમ્‍પને ખટકી રહ્યા છે.

વોશીંગ્‍ટન અને દિલ્‍હી વચ્‍ચે સંબંધોમાં કડવાશ વધી રહી છે ત્‍યારે આ બેઠક ટાળવામાં આવી છે.  ભારતને અમેરિકા તરફથી બે બાજૂથી પ્રતિબંધનો ભય છે. રશિયા સાથે એસ-૪૦૦ મીસાઇલ સમજૂતી અને ઇરાન થી તેલ આયાત કરવા બાબતે પ્રતિબંધનો ભય છે.

બંને દેશો વચ્‍ચે વેપાર અને ટેરીફ મુદ્‌્‌ે બહુજ તણાવ ઉભો થયો છે. ટ્રમ્‍પે જયારથી ભારતમાં હર્લી ડેવીડસન બાઇકો પર જકાત વધારાનો મુદ્‌્‌ો ઉઠાવ્‍યો છે ત્‍યારથી તેની શરૂઆત થઇ છે.

૬ જૂલાઇની પ્રસ્‍તાવીત બેઠક ટાળવાનું કારણ તો જાણવા નથી મળ્‍યું પણ વ્‍યાપક રીતે માનવામાં આવે છે કે ભારત તેમની પ્રમુખતામાં નથી આવતું. ડોનાલ્‍ડ ટ્રમ્‍પે પોતાના લગભગ દરેક સહયોગી દેશનું અપમાન કર્યુ છે. પછી તે પડોશી કેનેડા કે મેકિસીકો હોય કે પછી ઓસ્‍ટ્રેલીયા, દક્ષિણ કોરીયા કે યુરોપિયન યુનીયન એક અનુમાન એવું પણ છે કે ભારત સાથે બેઠક ટાળવાનો મકસદ ટ્રમ્‍પ અને પુતિન વચ્‍ચે સમીટનું આયોજન કરવાનો છે. ૧પ જૂલાઇ પહેલા વિએના અથવા હેલસીંકીમાં આ સમીટ થવાની શકયતા છે. ટ્રમ્‍પના રાષ્‍ટ્રિય સુરક્ષા સલાહકાર જોન બોલ્‍ટન તેની તૈયારી માટે મોસ્‍કોમાં છે અને પ્રમુખના માનીતાઓ આ સમીટ માટે બીજી કોઇ પણ વસ્‍તુને ટાળવા તૈયાર છે.

બુધવારે અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવકતા દ્વારા કહેવાયું કે અમેરિકા અને ભારતના સંબંધો સરકારની મોટી પ્રમુખતા છે અને અમારી ભાગીદારી મજબુત કરવા માટે અમે ભવિષ્‍યમાં પણ કામ કરીશું. અમેરિકાની રાષ્‍ટ્રીય સુરક્ષા નીતિમાં ભારતની ભૂમિકા મોટી છે. અમે વૈશ્વીક શકિત, મજબૂત રણનૈતીક અને રક્ષા સહયોગી તરીકે ભારતનું સ્‍વાગત કરીએ છીએ. વધુમાં કહેવાયું છે કે ર +  ર બેઠક માટે બન્ને પક્ષની સગવડ અનુસાર ટૂંક સમયમાં તારીખો નકકી કરાશે. પ્રવકતાએ કહ્યું કે ભારત-અમેરિકા સંબંધોને મજૂબત બનાવવાની નીતિ હેઠળ સંયુકત રાષ્‍ટ્રમાંના અમેરિકી રાજદૂત નીંકી હેલી અત્‍યારે નવી દિલ્‍હીમાં જ છે.  (પ-૧૩)

(11:39 am IST)