Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ઓૈરંગઝેબની જેમ ફફડે છે નરેન્‍દ્ર મોદીઃ પ્રિયંકા

પ્રધાનમંત્રીની વધારાની સુરક્ષા સાવ મતલબ વગરનીઃ પોતાના સાથી મિત્રોથી પણ લાગે છે ડર? કોંગ્રેસ પ્રવકતા

નવી દિલ્‍હી તા. ૨૮: કોંગ્રેસે વધુ એકવાર વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી પર  જનોઇવઢ ઘા કરીને મોદીની સરખામણી મોગલ શાસક સાથે કરીને જણાવ્‍યું છે કે, ઓૈરંગઝેબની જેમ જ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ફફડે છે અને એટલે જ તેણે પોતાના સાથી મિત્રોથી પણ અંતર કેળવ્‍યું છે. સાથી મંત્રીઓને પણ મોદીને મળવા સુરક્ષા કર્મચારીઓની પરવાનગી લેવી પડશે. તેવા અહેવાલને ટાંકીને કોંગ્રેસ પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદીએ પ્રેસને જણાવ્‍યું હતું કે કોંગ્રેસ પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદીએ પ્રેસ કોન્‍ફરન્‍સને સંબોધન કરતા જણાવ્‍યું હતું કે વડાપ્રધાનને તેમના મંત્રી અને કર્મચારીઓને પણ મળવા દેવાશે નહી તેમણે જણાવ્‍યું હતું કે ઓૈરંગઝેબ માટે હું એક વાત જાણું છું કે ઓૈરંગઝેબ એવા ફફડતા અને શંકાશીલ હતા કે પોતાના સાથીઓને પણ મળતા નથી. બીકના કારણે તેઓ પોતાના અંગતોને પણ સમય ફાળવતા નહી.

 

જોકે પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્‍યું હતું કે, એ હકીકત છે કે દેશના પ્રધાનમંત્રીની સુરક્ષા વ્‍યવસ્‍થા સોૈથી વધુ જરૂરી છે અને દેશમાં સ્‍થિર સરકાર બને તે માટે કોંગ્રેસ પાર્ટી કટીબધ્‍ધ છે અમે પણ સુરક્ષા વ્‍યવસ્‍થાને પ્રાધાન્‍ય આપવામાં માનીએ છીએ.

કોંગ્રેસ પ્રકવતા પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્‍યું હતું કે, કોંગ્રેસે પણ તેના નેતાઓને આતંકી હુમલામાં ગુમાવ્‍યા છે.

આપણે પુર્વ વડાપ્રધાન ઇન્‍દિરા ગાંધી અને રાજીવ ગાંધીને આતંકી હુમલામાં ગુમાવ્‍યા છે. એટલા માટે આશા રાખુ છું કે, ૨૦૧૯ બાદ પણ તે રાજનેતા બની રહે અને તેમની ઉંમર લાંબી રહે. વડાપ્રધાન પરના હુમલા મામલે જેના પર શંકા છે તેના પર કાર્યવાહી થવી જોઇએ. વડાપ્રધાનની સુરક્ષા મામલે કોઇપણ રાજનીતિ ન થવી જોઇએ.

અત્રે એ નોંધનીય છે કે, આ પૂર્વે કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ભાજપના આક્ષેપો અને ઇંદિરા ગાંધીની તુલના હિટલર સાથે કરવા મામલે જડબાતોડ જવાબ આપી પી.એમ. વડાપ્રધાનને ઓૈરંગઝેબ સાથે સરખાવ્‍યા હતા. એન જણાવ્‍યું હતું કે, ઓૈરંગઝેબે તો ફકત પિતાને બંધક બનાવ્‍યા હતા પણ આજના ઓૈરંગઝેબે પાર્ટી સહિતના સમગ્ર તંત્રને બંધક બનાવેલ છે. (૧.૯)

(11:38 am IST)