Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

રૂપિયો તૂટતાં સોના ચાંદીના ભાવ વધીને ખુલ્યા : સોનામાં 200 અને ચાંદીમાં 300 નો ઉછાળો

વૈશ્વિક બજારમાં ડોલરની મજબુતીથી ડાઉનટ્રેન્ડ જોવાયો

રાજકોટ :આજે શરૂઆતે સ્થાનિક બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધારો જોવાયો હતો સોનામાં ૨૦૦નો સુધારો નોંધાઇ ૩૧,૯૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો જ્યારે ચાંદીમાં  શરૂઆતે પ્રતિકિલોએ ૨૫૦થી ૩૦૦નો સુધારો નોંધાઇ ૪૦,૭૦૦ની સપાટીએ ભાવ ખૂલેલો જોવા મળ્યો હતો.

  જાણકારોના માનવા મુજબ ડોલર સામે રૂપિયો ઝડપથી તૂટતા આયાત પડતર ઊંચી આવતા સ્થાનિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી છે જોકે  ડોલરની મજબૂતાઇના પગલે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ડાઉન ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

(11:36 am IST)