Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

જમ્મુ-કાશ્મીર જતી સ્પેશિયલ ટ્રેનમાંથી બીએસએફના 10 જવાન અચાનક ગાયબ : અધિકારીઓમાં દોડધામ

એક જવાન વર્ધમાન સ્ટેશને અને અન્ય નવ ધનબાદ સ્ટેશને ગૂમ થતા હોબાળો : પ્લાટૂન કમાન્ડરોએ મુગલસરાય જીઆરપી મથકમાં ફરિયાદ નોંધાવી

નવી દિલ્હી:જમ્મુ કાશ્મીર જતી સેનાની સ્પેશિયલ ટ્રેનમાંથી બીએસએફના ૧૦ જવાન અચાનક ગાયબ થતા બીએસએફના અધિકારીઓમાં ભારે દોડધામ મચી જવા પામી છે.અને અધિકારીઓએ અંગે ઉચ્ચ સ્તરે જાણ કરી છે.

  અંગે મળતી વિગત મુજબ બીએસએફનો એક જવાન વર્ધમાન સ્ટેશન પર અને અન્ય નવ જવાન ધનબાદ સ્ટેશન પર ગુમ થયા છે. ઘટનાની જાણ થતાં અધિકારીઓમાં ભારે હોબાળો મચી ગયો હતો. મામલે પ્લાટૂન કમાન્ડરોએ મુગલસરાય જીઆરપી મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

મુગલસરાય જીઆરપીના પીએસઆઈ જિતેન્દ્રકુમાર યાદવે જણાવ્યું હતું કે બીએસએફનું એક ગ્રૂપ ગૂમ થઈ ગયા હોવાની પ્લાટૂન કમાન્ડરો દ્વારા જાણકારી મળી છે આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

(11:35 am IST)