Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

રાજયસભાના નાયબ સભાપતિની ચૂંટણીમાં વિપક્ષ એમનો સહિયારો ઉમેદવાર ઊભો રાખશે

BJP જો કેન્‍ડિડેટ ઊભો રાખશે તો એનો મુકાબલો TMCના સુખેન્‍દુ શેખર રોય સાથે કદાચ થશે : ૫૧ સભ્‍યો રાજયસભામાં કોંગ્રેસના છે : ૬ વર્ષથી કોંગ્રેસના પી.જે. કુરિયન રાજયસભાના નાયબ સભાપતિના હોદ્દા પર છે

નવી દિલ્‍હી તા. ૨૮: રાજયસભાના નાયબ સભાપતિની ચૂંટણીમાં વિરોધ પક્ષોના સહિયારા ઉમેદવાર ટીએમસીના સુખેન્‍દુ શેખર રોય બને એવી શકયતા છે. કોંગ્રેસે પણ ટીએમસીના ઉમદેવારને ટેકો આપવાનો નિર્ણય લીધો છે. જો સત્તાધારી પક્ષ એ હોદ્દા માટે ઉમેદવાર ઊભો રાખવાનો નિર્ણય લે તો ચૂંટણી યોજાવી નિヘતિ બનશે. ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાં આવતી આ ચૂંટણી વિરોધ પક્ષોની બીજેપીનો મુકાબલો કરવાની ક્ષમતાની કસોટી માનવામાં આવે છે.

રાજયસભામાં નોંધપાત્ર સંખ્‍યાબળ હોવા છતાં કોંગ્રેસે રાજયસભાના નાયબ સભાપતિની ચૂંટણીમાં શાંત રહેવાનું નક્કી કર્યુ છે. કોંગ્રેસના પી.જે. કુરિયન છ વર્ષ સુધી રાજયસભાના નાયબ સભાપતિના હોદ્દા પર રહી ચુકયા છે. રાજયસભામાં કોંગ્રેસના પ૧ સભ્‍યો હોવાથી એ પક્ષનો દાવો સ્‍વાભાવિક છે, પરંતુ બીજેપી સિવાયના પક્ષના ઉમેદવારની જીત સુનિヘતિ કરવા માટે એનું ટીએમસીના ઉમેદવારને ટેકો આપવાનું પગલું વ્‍યવહારું ગણાશે, કારણ કે ટીએમસીના ઉમેદવારને જ ટીઆરએસ અને બીજેડીનું સમર્થન મળવું શકય છે. જોકે એ બે પક્ષો પહેલેથી ટીએમસીના ઉમેદવારને સમર્થન આપી રહયા છે. એ હોદ્દા માટે ચૂંટણીની જરૂરિયાત કયારેક ઊભી થાય છે. છેલ્લે ૧૯૯૨માં રાજયભાસના નાયબ સભાપતિની ચૂંટણી વિવિધ કરવાની જરૂર પડી હતી. એ વખતે કોંગ્રેસનાં ઉમેદવાર નજમા હેપતુલ્લા (હવે બીજેપી સાથે) અને વિરોધપક્ષોનાં ઉમેદવાર રેણુકા ચોૈધરી વચ્‍ચે મુકાબલો થયો હતો. એ ચૂંટણીમાં રેણુકા ચોૈધરીના ૯૫ની સામે ૧૨૮ વોટ મેળવીને નજમા હેપતુલ્લા જીતી ગયાં હતા.

આ વખતે પણ રાજયસભાના નાયબ સભાપતિના હોદ્દા માટે ચૂંટણી યોજાવી નિતિ છે, કારણ કે સામુહિક વિરોધ પક્ષોના ઉમેદવાર સામે પરાજય સહન કરવા બીજેપીની તૈયારી હોય એવું જણાતું નથી. જોકે સત્તાધારી ગઠબંધનનું સંતોષકારક સંખ્‍યાબળ નથી. ચૂંટણી યોજાશે તો ઉમેદવારીપત્રો ભરવાની અને ચૂંટણીની પ્રક્રિયા સંસદના ચોમાસુસત્ર દરમ્‍યાન હાથ ધરવામાં આવશે.

(11:17 am IST)