Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

રૂપિયો 19 મહિનાની નીચી સપાટીએ ગગડ્યો : ડોલર સામે ત્રીજા દિવસે 30 પૈસા તૂટ્યો

નવી દિલ્હી :બુધવારે રૂપિયો ડોલરની સરખામણીએ 19 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. અઠવાડિયાના ત્રીજા દિવસે 30 પૈસા ગગડીને રૂપિયો ડોલરની સરખામણીએ 68.54ના સ્તર પર પહોંચી ગયો હતો.નવેમ્બર 2016 પછી આ પહેલી વાર છે જ્યાં રૂપિયો ડોલરની સરખામણીએ આટલો નીચે ગગડ્યો છે
  નિકાસકારો અને બેંકોની તરફથી ડોલરની માંગ વધતા રૂપિયાની કિંમતમાં ઘટાડો થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

 આ પહેલા રૂપિયો 19 પૈસા ગગડીને કામકાજ શરૂ કર્યું હતું. રૂપિયો સવારે 68.43 રૂપિયા પ્રતિ ડોલરની સપાટી પર ખુલ્યો હતો. મંગળવારે રૂપિયો ડોલરની સરખામણીમાં 11 પૈસા તૂટીને બંધ થયો. મંગળવારે તે એક ડોલરની સરખામણીમાં 68.24ની સપાટી પર હતો.

(12:00 am IST)