Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

વૈજ્ઞાનિકોએ સૌરમંડળ બહાર 100થી વધુ મોટા ગ્રહ શોધ્યા

ભવિષ્યનાં દૂરબીનની ડિઝાઈનને નિર્ધારિત કરવામાં મદદ મળશે, જે સંભવિત ચંદ્રમાને શોધી શકશે

લોસ એન્જલસ: વિજ્ઞાનીઓએ સૌરમંડળની બહાર ૧૦૦થી વધુ મોટા ગ્રહને શોધી લીધા છે નવા સંશોધનમાં જીવનને પ્રોત્સાહિત કરનાર ચંદ્રમા પણ સામેલ હોઈ શકે છે. આ શોધ ધ એસ્ટ્રોફિઝિકલ પત્રિકામાં પ્રકાશિત થઈ છે. આ શોધથી ભવિષ્યનાં દૂરબીનની ડિઝાઈનને નિર્ધારિત કરવામાં મદદ મળશે, જે આ સંભવિત ચંદ્રમાને શોધી શકશે અને જીવન જીવી શકાશે કે નહીં તે સંકેતો પણ મેળવી શકશે.

  અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના રીવરસાઈડમાં સહાયક પ્રોફેસર સ્ટીફન કેનએ કહ્યું કે, હમણાં સુધી ૧૭૫ ચંદ્રમાનો ખ્યાલ છે, જે આપણા સૌરમંડળના ૮ ગ્રહોની પરિક્રમા કરે છે. મોટાભાગના ચંદ્રમા શનિ અને ગુરુ ગ્રહની ફરતે ચક્કર લગાવે છે, જે જીવન માટે ઉપયોગી સૂર્યના આ ક્ષેત્રથી બહાર છે. પરંતુ અન્ય સૌરમંડળના મામલામાં એવું ન પણ હોય.'

  શોધકર્તાઓને ૧૨૧ મોટા ગ્રહોની ઓળખ કરી લીધી છે, જે આપણા જીવનને પ્રોત્સાહિત કરનારા ગ્રહોની અંદર પરિક્રમા કરે છે. આ નવી શોધ કરનારા વૈજ્ઞાનિકોમાં ઓસ્ટ્રેલિયાના યુનિવર્સિટી ઓફ સધર્ન કીસલેન્ડના વિજ્ઞાનીઓ પણ સામેલ છે. આ શોધ ધ એસ્ટ્રોફિઝિકલ પત્રિકામાં પ્રકાશિત થઈ છે.

(12:00 am IST)