Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમે ટોચના આર્મી ઓફિસરને ફટકારી મોતની સજા

સૈનિકોને વધારે રાશન અને ફ્યુલ આપ્યા હતા 9 જેટલા મિલિટરી ઓફિસરો દોષિત ઠેરવાયા : ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મોતની સજા અપાઈ

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને તેના આર્મીના ટોચના એક ઓફિસરને સામાન્ય ભૂલની મોતની ફટકારી છે કિમે પોતાની ફાયરિંગ સ્ક્વોડને ઓર્ડર આપ્યો કે આર્મી અધિકારીને મોતની સજા આપે.

  ન્યૂઝ વેબસાઇટ ડેઇલી મેઇલે ઓનલાઇન ન્યૂઝપેપર NK ડેઇલીના એક રિપોર્ટને ટાંકી લખ્યું કે કિમ જોંગ ઉને પોતાના જ એક હાઇ રેન્કિંગ ઓફિસરને જાહેરમાં મોતની સજા ફટકારતો ઓર્ડર કર્યો છે. આ ઓફિસરનો વાંક એટલો જ હતો કે તેણે પોતાના સૈનિકોને વધારે રાશન અને ફ્યૂલ આપ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે 9 જેટલા મિલિટરી ઓફિસરો જે દોષિત ઠેરવવામાં આવ્યા હતા તેઓને કિમ જોંગ ઉનની ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મોતની સજા આપવામાં આવી હતી.

  રિપોર્ટમાં દાવો કરાયો કે તમામ ઓફિસરોને પ્યોંગયાંગના સુનાન જિલ્લાના કાંગ કોન મિલિટરી એકેડમીમાં સજા આપવામાં આવી હતી. સાથે જ જણાવવામાં આવ્યું કે આ ઘટના એપ્રિલ મહિનામાં બની હતી. પેપરમાં લખવામાં આવ્યું કે 10 એપ્રિલે જ્યારે સાહાએ સેટેલાઇટ લોન્ચિંગ સ્ટેશન પર ઓઇલ સપ્લાઇનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે સમગ્ર વાત બહાર આવી હતી. આ દરમિયાન એક ટન ફ્યૂલ, 580 કિલો ચોખા, 750 કિલો મકાઇ મોકલવામાં આવ્યું હતું.

  ડેઇલી મેઇલના રિપોર્ટ પ્રમાણે પ્યોંગયાંગ દ્વારા આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જ્યારે કિમ જોંગને જ્યારે ઓફિસર અંગે રિપોર્ટ મળ્યા તો તેઓએ પોતાની ફાયરિંગ સ્ક્વોડને સજા આપવાનો ઓર્ડર આપ્યો હતો, સાથે જણાવ્યું કે આ ભ્રષ્ટાચારનો કેસ છે જેમાં સજા મળશે.

(12:00 am IST)