Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

પોસ્ટમોર્ટમ વેળાએ અચાનક લાશોમાંથી કણસવાનો કે બૂમોનો આવે છે અવાજ: જાણો શું છે તેનું રહસ્ય?

પોસ્ટમોર્ટમ દરમિયાન કેટલીક એવી ઘટનાઓ પણ બને છે જે ડોક્ટરના પણ હોશ ઉડાવી દે છે પોસ્ટમોર્ટમ વિશે બધાએ સાંભળ્યું હશે. જ્યારે કોઇ વ્યક્તિનું આકસ્મિત મોત થાય છે ત્યારે તેની લાશને પોર્ટમોર્ટમની મદદથી મોત અંગેનું નક્કર કારણ જાણી શકાય છે. પોસ્ટમોર્ટમમાં લાશને ચીરીને ડોક્ટર્સ મોતનું કારણ, મોતનો સમય જેવી શરીર સાથે સંકળાયેલી તમામ બાબતોની તપાસ કરે છે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પુરી થયા બાદ લાશને અંતિમ સંસ્કાર માટે પરિવારજનોને સોંપવામાં આવે છે.

  વેબસાઇટ પત્રિકામાં પોસ્ટ થયેલા એક આર્ટિકલ પ્રમાણે પોસ્ટમોર્ટમ વિશે સાંભળીને જ કંપારી વછૂટી જાય છે. ડોક્ટર માટે પણ આ કામ ઓછું ભયાનક હોતું નથી. આપણે જાણીએ છીએ કે મૃત્યુ પછી શરીરમાં અનેક પ્રકારના ફેરફારો થાય છે. શરીરના સ્નાયુઓનું જકડાઇ જવું, ચામડીના રંગ બદલાવો, શરીર ઠંડુ પડી જવું વગેરે.અનેક વખત ડોક્ટર્સ પોસ્ટમોર્ટમ દરમિયાન પોતાના અનુભવો શેર કરતા કહે છે કે, પોસ્ટમોર્ટમ દરમિયાન શરીરમાંથી કણસવાનો અવાજ કે બુમોનો અવાજ આવે છે. આ સાંભળીને એવું લાગે છે કે, સામે પડેલી લાશમાં અચાનક જીવ આવી ગયો હોય. અચાનક આ પ્રકારના અવાજ આવવાથી એક ક્ષણ માટે ડોક્ટર્સનો શ્વાસ રોકાઇ જાય છે. જોકે, આવું થવા પાછળ કારણ સંપૂર્ણ વૈજ્ઞાનિક છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, શરીરના અંદર રહેલા બેક્ટેરિયા ગેસ બનાવે છે જેના કારણે શરીરના વોકલ મસલ્સમાં તણાવ ઉત્પન્ન થાય છે. જેના કારણે શરીર કણસવા કે બુમો પાડવા લાગે છે. જોકે, કેટલીક વખત માણસની આંખો પણ બહાર આવી જાય છે. કારણ કે શરીરની અંદરના અંગો સડવાના શરૂ થઇ જાય છે. આ ઉપરાંત આ પાછળનું અન્ય કારણ ઇન્ટેસ્ટાઇન્સમાં બનનારી ગેસ પણ છે.

  જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન કોઇ મહિલાનું મોત થાય છે ત્યારે શરીરમાં બનનારી ગેસ માતાના પેટમાંથી બાળકને બહારની બાજુ ધકેલે છે. આમ બાળક માતાના શરીરમાંથી બહાર આવે છે. જોકે, આવા કિસ્સાઓમાં મોટાભાગે બાળકોનું મોત થાય છે

(8:43 am IST)