Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

શ્રીનગરઃ વરિષ્ઠ પત્રકાર શુઝાત બુખારીના ત્રણ હત્યારા ઓળખાયા: પાકિસ્તાની આતંકવાદી નવિદ જટ્ટ સામેલ

લશ્કરનો આતંકી નવીદ જટ્ટ ફેબ્રુઆરીમાં મહારાજા હરિસિંહ હોસ્પિટલમાંથી ફરાર થયો હતો

જમ્મુ-કાશ્મીર પોલીસે વરિષ્ઠ પત્રકાર શુઝાત બુખારીની હત્યામાં સંકળાયેલા ત્રણ લોકોની ઓળખ કરી છે.જેમાં બે લોકો દક્ષિણ કશ્મીરના રહેનારા છે જ્યારે ત્રીજો પાકિસ્તાની નાગરિક છે પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ હત્યામાં સંકળાયેલા પાકિસ્તાની આતંકવાદીનું નામ નવીદ જટ્ટ છે. જે  ફેબ્રુઆરીમાં મહારાજા હરિસિંહ હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો હતો. જટ્ટ એક લશ્કર આતકંવાદી છે.

  જોકે, કાશ્મીર જોન પોલીસે ટ્વીટ કર્યું છે કે, આ મુદ્દે પોલીસ તરફથી કોઇ પ્રેસ રિલિઝ કરી નથી. એક તરફ પોલીસનું કહેવું છે કે, આ કેસમાં લશ્કરનો હાથ છે. બીજી તરફ લશ્કરે આને ભારતીય એજન્સીઓની હરકત ગણાવીને હુમલાની જવાબદારી લેવાથી ઇન્કાર કરી દીધો છે. લશ્કર પ્રમુખ મહમૂદ શાહે 25 જૂને પ્રવક્તા ડોક્ટર અબદૂલ્લા ગજનવીના માધ્યમથી નિવેદન રજૂ કર્યું હતું કે, તેમણે કહ્યું હતું કે, હુમલામાં લશ્કર કમાન્ડર મોહમ્મદ નવીદ જટ્ટ ઉર્ફ અબુ હંઝીલાનો હુમલામાં સંડોવાનો આરોપ સંપૂર્ણ પણે ખોટો છે.

રાઇઝિંગ કશ્મીરના એડિટર ઇન ચીફ શુઝાત બુખારીની 14 જૂનના દિવસે શ્રીનગરમાં પ્રેસ એન્ક્લેવ વિસ્તારમાં બાઇક પર આવેલા ત્રણ લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ હુમલામાં બુખારીના બે અંગત સિક્યોરિટી ઓફિસર પણ માર્યા ગયા હતા.

  આ હુમલાના તરત બાદ પોલીસે હુમલાખોરોના સીસીટીવી ફૂટેજ રજૂ કર્યાહતા. પ્રાથમિક તપાસમાં બુખારીની હત્યામાં જટ્ટની ભૂમિકા સામે આવી હતી. જોકે, પોલીસે આ અંગે કંઇ જ કહ્યું ન્હોતું. આ પહેલા બુખારીના અંગરક્ષક પાસેથી પિસ્તોલ છીનવી લેવાની ઘટનામાં એક યુવકને પકડ્યો હતો. જોકે, પોલીસે ત્યારબાદ જણાવ્યું હતું કે, બુખારીની હત્યામાં આ યુવકની કોઇ ભૂમિકા નથી.

(12:00 am IST)