Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

દેશમાં 44 ટકા ભારતીયો હિન્દી ભાષા બોલે છે : 4.77 ટકા બોલાતી ગુજરાતી ભાષા દેશમાં છઠ્ઠાક્રમે: બીજાક્રમે બંગાળી

તેલુગુને પાછળ છોડીને મરાઠી ભાષા ત્રીજા નંબરે આવી ગઇ

નવી દિલ્હી :દેશમાં સૌથી વધારે બોલાનારી ભાષા હિન્દી છે.દેશમાં અન્ય ભાષાઓની તુલનાએ હિન્દી ભાષા બોલનારની સંખ્યા પણ વધી છે દેશમાં 44 ટકા લોકો હિન્દી ભાષા બોલે છે વર્ષ 2011માં થયેલી વસતીગણતરીના આધારે ભારતીય ભાષાઓના આંકડા પ્રમાણે 43.63 ટકા લોકોની માતૃભાષા હિન્દી છે. 2001ની વસતીગણતરીની તુલનાએ હિન્દીને પોતાની માતભાષા બનાવનાર લોકોની સંખ્યા વધી છે. જ્યારે છઠ્ઠા નંબર ઉપર રહેનારી ગુજરાતી ભાષા દેશમાં 4.77 ટકા બોલે છે.

  ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા સમાચાર પ્રમાણે 2001માં 41.03 ટકા લોકોએ હિન્દીને માતૃભાષા બનાવી છે. જ્યારે 2001માં આ હિન્દી બોલનારની સંખ્યા 41.03 ટકા હતી. બીજા નંબર ઉપર બંગાળી (બાંગ્લા) ભાષા યથાવત્ છે. જ્યારે તેલુગુને પાછળ છોડીને મરાઠી ભાષા ત્રીજા નંબરે આવી ગઇ છે.

  દેશમાં સુચીબદ્ધ 22 ભાષાઓમાં સંસ્કૃત સૌથી ઓછી બોલનારી ભાષા છે. ભારતની આ સૌથી જૂની ભાષાને માત્ર 24,821 લોકોને પોતાની માતૃભાષા ગણાવી છે. આ ભાષાને બોલનારા લોકોની સંખ્યા બોડો, મણિપુરી, કોંકણી અને ડોગરી ભાષાથી પણ ઓછી છે. 2011 વસતીગણતરીના આંકડા પ્રમાણે ગેરસુચીબદ્ધ ભાષાઓમાં લગભગ 2.6 લાખ લોકોએ અંગ્રેજીને પોતાની માતૃભાષા બનાવી છે. જેમાંથી સૌથી વધારે 1.06 લાખ લોકો મહારાષ્ટ્રમાં છે. તમિલનાડુ અને કર્ણાટક આ મામલામાં ક્રમશઃ બીજા અને ત્રીજા નંબર પર છે.

  રાજસ્થાનમાં બોલવામાં આવતી ભિડી/ભિલોડી ભાષા 1.04 કરોડની સંખ્યા સાથે ગેરસુચીબદ્ધ ભાષાઓમાં પહેલા નંબર પર છે. જ્યારે બીજા સ્થાન ઉપર રહેનારી ગોંડી ભાષા બોલનારની સંખ્યા 29 લાખ છે.

2001ની વસતીગણતરીની તુલનાએ 2011માં ભારતમાં બાંગ્લાને માતૃભાષા બનાવનાર લોકોની સંખ્યા 8.11થી વધીને 8.3 ટકા થઇ છે. જ્યારે મરાઠી ભાષા બોલનારાની સંખ્યા 2001માં 6.99 ટકાથી વધીને 2011માં 7.09 ટકા થઇ છે.
  આ દરમિયાન તેલુગુ ભાષા બોલનારની સંખ્યા 7.19 ટકા ઘટીને 6.93 રહી છે. આ ભાષાની યાદીમાં 2001 (5.01%)માં છઠ્ઠા સ્થાન ઉપર રહેનાર ઉર્દૂ 2011 (4.34%)થી ઘટની સાતમા નંબર ઉપર આવી ગઇ છે.

(12:00 am IST)