Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

રાજસ્થાન:અલવરમાં આશ્ચર્ય:25 વર્ષથી સૂકા પડેલા કૂવામાં અચાનક આવવા લાગ્યુ પાણી!

કૂવાનું જળ સ્તમાં સતત વધારો ;આસપાસના ગામના લોકો પણ જોવા ઉમટ્યા

 

અલવર: રાજસ્થાનના અલવરના મુલ્તાન નગરમાં એક એવી ઘટના બની છે જેને  લોકો ચમત્કાર તો કેટલાક રહસ્યથી ભરપૂર જણાવી રહ્યા છે.લગભગ 25 વર્ષથી જે કૂવો સૂકો પડ્યો હતો, તેમાં અચાનક પાણી આવવા લાગ્યું ! અને પાણીનું સ્તર વધતું જઈ રહ્યું હતું અને લોકો નજારાને જોઈને આશ્ચર્યમાં હતા.

 કૂવાનું જળ સ્તર 10થી 11 ફૂટ પહોંચવાની ચર્ચા છે. સ્થિતિ છે કે, અંગેની જાણ થતાં આસપાસના ગામના લોકો પણ અહીં મોટી સંખ્યામાં ઉમટવા લાગ્યા છે. દરેકે નીચા નમીને કૂવામાં જોઈને રહસ્યને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

 સ્થાનિક લોકોના કહેવા મુજબ, પાણી જોવામાં તો ગંદુ દેખાઈ રહ્યું છે. લોકોએ જણાવ્યું કે, કૂવો લગભગ 40 ફૂટ ઊંડો છે.

  કૂવો 25 વર્ષ સૂકો રહ્યો હોવાથી તેમાં માટી જમા થઈ ગઈ હતી. તે પછી પણ કૂવામાંથી અચાનક પાણી આવવું લોકોમાં ચર્ચાનો વિષય બનેલો છે. તો તંત્રનું કહેવું છે કે, 40 ફૂટ ઉંડા કૂવામાં પાણી આવવું કોઈ આશ્ચર્યથી ઓછું નથી. તે જાણવાનો પ્રયાસ કરાશે કે કૂવામાં પાણી કયા કારણે આવ્યું છે.

(12:00 am IST)