Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

રામમંદિર નિર્માણનો ચાર મહિનામાં નિર્ણય નહિ લેવાય તો 2019માં હિંદુઓ માટે નવો રાજનીતિક વિકલ્પ ઉભો કરાશે:તોગડિયાની ચીમકી

ચાર મહિનામાં કાયદો પસાર નહિ થાય તો લાખો સમર્થકો સાથે લખનૌથી અયોધ્યા કૂચ કરીશું

 

અલ્હાબાદ :વિહિપના પૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડો,પ્રવીણ તોગડિયાએ સરકારને ચેતવણી અપાતા અલ્હાબાદમાં કહ્યું હતું કે ચાર મહિનામાં રામ મંદિરના નિર્માણનો મુસદ્દો તૈયાર નહિ કરાય તો 2019માં હિંદુઓ માટે નવો રાજનીતિક વિકલ્પ ઉભો કરાશે

 અલ્હાબાદમાં એક કાર્યક્રમમમાં પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું કે જો સરકાર રામ મંદિરનું નિર્માણ નહિ કરાવે તો 20 કરોડ હિંદુઓને જોડીને કુંભમેળા દરમિયાન ત્રીજા વિકલ્પ પર વિચાર કરાશે મીડિયા અહેવાલ મુજબ  માટે તોગડીયા નવી રાજનીતિક પાર્ટીનું પણ એલાન કરી શકે છે વિશ્વ હિન્દૂ પરિષદના પૂર્વ અધ્યક્ષ અને કટ્ટરવાદી હિન્દૂ નેતા પ્રવીણ તોગડીયા પીએમ મોદીના કામકાજથી ખુશ નથી વાત જગજાહેર છે એપ્રિલમાં વિશ્વ હિન્દૂ પરિષદથી અલગ થયા બાદ તોગડિયાએ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદની રચના કરી છે

  મોદી અને યોગી સરકારને ચેતવણી આપતા તેઓએ કહ્યું કે ચાર મહિનાનો સમય આપું છું દરમિયાન કાયદો પાસ નહિ કરાય તો પોતાના લાખો સમર્થકો સાથે લખનૌથી અયોધ્યા તરફ કૂચ કરીશ સાથે તેઓએ કહ્યું કે ભાજપના કેટલાય નેતાઓ નારાજ છે તે તેના સતત સંપર્કમાં છેપ્રવીણ તોગડિયાએ ભાજપ પર હિંદુઓને છેતરવા અને વચનભંગનો આરોપ લગાવ્યો હતો

   તોગડિયાએ એમ પણ કહ્યું કે અમે વિચાર્યું નહોતું કે રામ સાથે પણ જુમલેબાજી થશે જો કોર્ટ મારફત રામમંદિર બનવાનું હતું તો કારસેવકોને મરાવાયા કેમ?.

(12:00 am IST)