Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

દેશમાં બે સ્થળોએ વધારાના પેટ્રોલિયમ ભંડારો બનાવવા માટે કેબિનેટની મંજૂરી :6.5 એમએમટીની ક્ષમતા વધશે

ઓડિશાના ચંડીખોલમાં 4.4 એમએમટી અને કર્ણાટકના પાદૂરમાં 2.5 એમએમટીના પેટ્રોલિયમ ભંડાર સ્થપાશે

 

નવી દિલ્હી ;દેશમાં પેટ્રોલિયમની સંગ્રહ શ્રમતા વધારવા  કેન્દ્રીય કેબિનેટ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવાયો છે કેબિનેટે દેશના બે વધારાના પેટ્રોલિયમ ભંડારોની સ્થાપના કરવા નિર્ણય લીધો છે  નાણાપ્રધાનનો કાર્યભાર સંભાળતાં પીયૂષ ગોયલે માહિતી આપતાં જણાવ્યું હતું કે દેશમાં બે સ્થળોએ 6.5 એમએમટી ક્ષમતાવાળા વધારાના પેટ્રોલિયમ ભંડારોની સ્થાપનાને કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. વધારાના પેટ્રોલિયમ ભંડારોથી  ફ્યુઅલ પુરવઠાની ક્ષમતા  10 દિવસથી વધુ 12 દિવસની થશે તેમ ભવિષ્યમાં વધનારા તેલના ભાવોની અસર સામે સુરક્ષા પણ મળશે.

 

   ઓડિશાના ચંડીખોલમાં 4.4 એમએમટી અને કર્ણાટકના પાદૂરમાં 2.5 એમએમટીના વધારાના પેટ્રોલિયમ ભંડારની સ્થાપના કરવામાં આવશે. પ્રકારના પેટ્રોલિયમ ભંડારોથી ભારતને ભવિષ્યમાં ઓઇલ-પુરવઠાની અછતની ઓછી કરવા અને એના કારણે તેલના ભાવોમાં વૃદ્ધિની અસરથી સુરક્ષિત રાખવામાં મદદ મળશે.

   ભારતમાં અત્યારસુધી વધારાના પેટ્રોલિયમ ભંડારોની ક્ષમતા 5.33 એમએમટી હતી, જેનાથી 10 દિવસ સુધી ફ્યુઅલ પુરવઠા થઈ શકે છે, પરંતુ બે ભંડારોની સ્થાપના પછી ભારત પાસે 12 દિવસનો વધારાનો પેટ્રોલિયમ ભંડાર રહેશે.

   એક અન્ય નિર્ણયમાં આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઇથોનોલની ખરીદી કરવા માટે તૈયાર નવા તંત્રને પણ મંજૂરી આપવામાં આવી છે

(12:00 am IST)