Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

રિઝર્વ બેન્કના PCA સ્કીમને પગલે સરકારી બેંકોના 1635 ATM થયા બંધ :11 બેન્કોએ ATM ઘટાડ્યા

આ બેંકોને ખર્ચ ઘટાડવા અને બિન-જરૂરી ભરતીઓ અટકાવવા માટે કહેવાયુ

 

નવી દિલ્હી :રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)ની પ્રૉમ્ટ કરેક્ટિવ એક્શન (PCA) સ્કીમ હેઠળની બેંકોએ પોતાના 1635 ATM બંધ કરી દીધા છે.અહેવાલ મુજબ તાજેતરમાં ઈન્ડિયન ઓવરસીઝ બેંક અને કેનેરા બેંકે પણ પોતાના ઘણા ATM બંધ કર્યા છે. છેલ્લા એક વર્ષમાં દેશમાં ATMની સંખ્યામાં માત્ર 107 ATMનો વધારો થયો છે. 2017માં કુલ ATMની સંખ્યા 2,07,813 હતી જે વર્ષે 2,07,920 થઈ છે.

   RBI 11 બેંકોને PCAની મર્યાદામાં રાખી છે. બેંકોની ફાયનાન્શિયલ કન્ડિશન ખરાબ હોવાને લીધે કેન્દ્રીય બેંકે નિર્ણય લીધો છે. બેંકોની સ્થિતિમાં સુધાર લાવવા માટે રેગ્યુલેટરી બૉડીએ બેંકો માટે લોન આપવાના માપદંડો પણ આકરાં કર્યા છે બેંકોને ખર્ચ ઘટાડવા અને બિન-જરૂરી ભરતીઓ અટકાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. ખર્ચમાં ઘટાડો કરવા માટે બેંકો પોતાના ATM બંધ કરી રહી છે.

  એવું માનવામાં આવી રહ્યું છે કે, સરકારી બેંકોના ATMનો ફાયદો પ્રાઈવેટ સેક્ટર્સની બેંકોને થઈ રહ્યો છે જેની બજારમાં ભાગીદારી સતત વધી રહી છે. આવામાં RBI બેંકોને ખોટમાં ચાલી રહેલી બેંકોને તેમના ખર્ચા પર અંકુશ લગાવવા આદેશ કર્યો છે.

  એક તરફ બેંકો પોતાના ATM બંધ કરી રહી છે ત્યારે બીજી તરફ કેશ વિડ્રોઅલમાં વધારો થઈ રહ્યો છે. ગત વર્ષની તુલનામાં કેશ વિડ્રૉઅલમાં વર્ષે 22 ટકાનો વધારો નોંધાયો છે. આની પાછળનું મોટું કારણ ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક ગતિવિધિઓમાં આવેલી તેજી છે.

  ઈકોનૉમિક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, એક ATM મશીનની કિંમત 2.5 લાખ રૂપિયા છે. ઉપરાંત તેની ઑપરેશનલ કૉસ્ટ 4.5થી 5 લાખ રૂપિયા છે. ATM રાખ્યા બાદ 20 લાખ રૂપિયા સુધી કોઈ રિટર્ન મળતું નથી. આની સાથે કેશના મેનેજમેન્ટ અને પોતાના નેટવર્ક પર ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધાઓ પણ બેંકે આપવી પડે છે. કારણોસર ATM બિઝનેસમાંથી અપેક્ષિત નફો થઈ રહ્યો નથી.

PCA અંતર્ગત આવનારી 11માંથી 7 બેંકોએ પોતાના ATMની સંખ્યામાં ઘટાડો કર્યો છે. આમાં સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયા, ઈલાહાબાદ બેંક, ઈન્ડિયન ઑવરસીઝ બેંક, બેંક ઑફ ઈન્ડિયા, બેંક ઑફ મહારાષ્ટ્ર, કોર્પોરેશન બેંક અને યુકો બેંક શામેલ છે.

(12:00 am IST)