Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

અમરનાથ યાત્રામાં બાઈક એમ્બ્યુલન્સ રહેશે તૈનાત : ઇમર્જન્સી વેળાએ સ્થળ પર આપશે પ્રાથમિક સારવાર

સીઆરપીએફ દ્વારા આ વખતે મોટરસાઈકલ એમ્બ્યુલન્સ તૈયાર કરી

 

જમ્મૂ: અમરનાથ યાત્રામાં શ્રધ્ધાળુઓને સ્વાસ્થ્ય સુવિધા આપવા કેન્દ્રીય રિઝર્વ પોલિસ દળે એક અનોખો પ્રયાસ કર્યો છે. સીઆરપીએફ દ્વારા આ વખતે મોટરસાઈકલ એમ્બ્યુલન્સ તૈયાર કરી છે જેથી ઈમરજન્સી વખતે શ્રધ્ધાળુઓની સ્થળ પર પ્રાથમિક સારવાર કરી શકાય અને તેને નજીકના હોસ્પિટલે પહોંચાડી શકાય.

સીઆરપીએફ દ્વારા આવી દસ એમ્બ્યુલન્સ તૈયાર કરવામાં આવી છે. આ જમ્મૂ-શ્રીનગર રાષ્ટ્રીય માર્ગ પર સંબેધનશીલ જગ્યા પર મુકવામાં આવી છે. મોટરસાઈકલની પાછળ ખુરશી લગાવવમાં આવી છે જેમાં દર્દીને બેસાડવામાં આવશે. તેની સાથે પ્રાથમિક સારવારની કીટ પણ હશે.

દર્દીને ગ્લુકોઝનોબાટલો ચડાવવાની વ્યવસ્થા પણ છે. મોટરસાઈકલ ચલાવનાર બધા સીઆરપીએફમાં ફાર્માસિસ્ટ છે. આ એમ્બ્યુલન્સનો તે સમયે ઉપયોગ થશે જ્યારે શ્રધ્ધાળુઓ ફસાય જાય. જો કોઈને તે સમયે સ્વાસ્થ્ય સબંધી સમસ્યા થાય તો તે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવશે.

સીઆરપીએફ અધિકારી રાજેન્દ્ર મીણાએ જણાવ્યુ કે ઘણી વખત રાજમાર્ગ પર ટ્રાફિક જામ થઈ જાય છે. તે સમયે એમ્બ્યુલન્સ કામ નથી આવતી જ્યારે મોટરસાઈકલ ગમે તે જગ્યાએથી નિકળી શકે છે. મોટરસાઈકલ ચલાવનારજ બિમાર શ્રધ્ધાળુઓને પ્રથામિક સારવાર આપી દેશે અને તેને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડશે.

(12:00 am IST)