Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

લોકડાઉન-5 અંગે મનોમંથન ; ગૃહમંત્રી અમિતભાઈ શાહએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી

કન્ટેન્ટ ઝોન પર વધુ ધ્યાન આપવામાં આવશે :અન્ય ક્ષેત્રોમાં પણ છૂટછાટ મળી શકે

 

નવી દિલ્હી : લોકડાઉન -5 અંગેની અટકળ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે લોકડાઉન અંગે દેશના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી છે. ગૃહમંત્રીએ મુખ્ય પ્રધાનો સાથે લોકડાઉનના ચોથા તબક્કા અને 31 મે પછી લાગુ થનારા પગલાઓની ચર્ચા કરી હતી. લોકડાઉનનો ચોથો તબક્કો દેશમાં 17 મેથી ચાલુ છે. જે મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે, તેથી લોકડાઉનનાં પાંચમા તબક્કા વિશે અનેક અટકળો થઈ રહી છે.

 મળતી વિગત મુજબ 1 જૂનથી શરૂ થનારી લોકડાઉનના પાંચમા તબક્કામાં, સરકારનું સંપૂર્ણ ધ્યાન તે 11 શહેરો પર રહેશે, જ્યાં કોરોના વાયરસના ચેપના 70 ટકા કેસ છે. શહેરોમાં દિલ્હી, મુંબઇ, અમદાવાદ, ચેન્નાઈ, કોલકાતા સહિત ઘણા મહાનગરો શામેલ છે.

 સત્તાવાર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, લોકડાઉનના આગામી તબક્કામાં કન્ટેન્ટ ઝોન પર વધુ ધ્યાન આપવામાં આવશે અને તેમાં વધુ પ્રતિબંધો પણ હશે. સિવાય અન્ય ક્ષેત્રોમાં પણ છૂટછાટ મળી શકે છે.

(11:28 pm IST)