Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

આનું નામ હિન્દૂ મુસ્લિમ એકતા : હૈદરાબાદમાં મૃત્યુ પામેલા 55 વર્ષીય મુસ્લિમ શખ્સને દફનાવવા કબ્રસ્તાનમાં જગ્યા આપવાનો ઇન્કાર : કોરોના ફેલાવાનો ડર : હિન્દુઓએ જગ્યા આપી

તેલંગણા : હૈદરાબાદમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામેલા 55 વર્ષીય શખ્સ મોહંમદ ખાજા મિયાંને શહેરમાં આવેલા તમામ 6 કબ્રસ્તાનોના સંચાલકોએ દફનાવવાની રજા આપવાનો ઇન્કાર કર્યો હતો.તેઓને કોરોના ફેલાવાનો ડર હતો.તેથી મૃતકના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા.મૃતદેહને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવીને થાકી ગયા હતા.તથા ઘરના મોભીને દફનાવી નહીં શકાય તેવી ચિંતામાં હતા તેવા સંજોગોમાં 2 હિંદુઓ સંદીપ તથા શેખરે મુસ્લિમ શખ્સને દફનાવવા પોતાની જમીન આપી હિન્દૂ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પડ્યું હતું તેવું  સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:42 pm IST)