Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

SBI બેન્કમાંથી લીધી છે લોન ?

૩૧ ઓગસ્ટ સુધી વધાર્યો લોન મોરાટોયિમ પીરિયડ

નવી દિલ્હી, તા. ૨૮: રિઝર્વ બેન્કના નિર્દેશને માનતા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ લોન મોરાટોરિયમ પીરિયડને વધુ ૩ મહિના (૩૧ ઓગસ્ટ) માટે વધારી દીધો છે. બેન્ક તરફથી કહેવાયું છે કે, તે તેના માટે પોતાના લોનધારકોની રિક્વેસ્ટની રાહ નથી જોઈ રહી. તેમને મેસેજ દ્વારા તેની જાણ કરવામાં આવી રહી છે.

૨૨ મેએ રિઝર્વ બેન્કની બેઠક મળી હતી. જેમાં લોન મોરાટોરિયમને વધુ ૩ મહિના માટે વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. પહેલી વખત જે મોરાટોરિયમની જાહેરાત થઈ હતી તે સમયગાળો ૩૧ મેએ પૂરો થઈ રહ્યો છે. એ પહેલાં જ રિઝર્વ બેન્કે વધુ ૩ મહિના માટે લોનધારકોને રાહત આપવાનો નિર્ણય કર્યાે. એ દિવસે આરબીઆઈએ રેપો અને રિવર્સ રેટમાં પણ ૪૦-૪૦ બેસિસિ પોઈન્ટ્સનો પણ ઘટાડો કર્યાે હતો. એસબીઆઈ તરફથી કહેવાયું છે કે, તેણે મેસેજ દ્વારા પોતાના બધા ગ્રાહકોને મોરાટોરિયમનો ઉપયોગ કરવા કે ન કરવાના ઓપ્શનની જાણકારી આપી છે. જો કોઈ લોનધારક પોતાના મોરાટોરિયમનો લાભ લેવા ઈચ્છે છે, એટલે કે જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિના માટે ઈએમઆઈ બંધ કરાવવા માગે છે, તો વર્ચુઅલ મોબાઈલ નંબર પર યશ ટાઈપ કરી મોકલવાનો છે. વીએનએમ નંબર બેન્ક તરફથી આવનારા મેસેજમાં આપવામાં આવ્યો હોય છે.

એસબીઆઈએ ગત દિવસોમાં કહ્યું હતું કે, માર્ચથી મે સુધી ઈએમઆઈ ટાળવાનો ફાયદો માત્ર ૨૦ ટકા ગ્રાહકોએ લીધો છે, તેનો અર્થ કે મોટાભાગના ગ્રાહક લોનની ઈએમઆઈ ભરી રહ્યા છે.

(4:06 pm IST)