Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

૮૦ વર્ષનો રેકોર્ડ તૂટ્યો

અમેરિકામાં બેરોજગારીનો બોમ્બ ફૂટયો : ૧૪.૭ ટકા

વોશિંગ્ટન તા. ૨૮ : વિશ્વમાં જ્યાં કોરોના મહામારીના મૃતકોની સંખ્યા ૩.૫૨ લાખનો આંકડો પાર કરી ચુકયો છે. બીજીબાજુ અમેરિકા તેનું એપી સેન્ટર એટલે કે સંક્રમણનું નવું કેન્દ્ર બની ગયું છે ત્યાં અત્યાર સુધીમાં ૧,૦૦,૭૦૦ લોકોના મોત થયા છે. આ બધાની વચ્ચે કોરોના સંકટના લીધે ૩.૮૬ કરોડ અમેરિકી બેરોજગારી ભથ્થા માટે રજીસ્ટ્રેશન કરાવી ચૂકયા છે. તેની સાથે જ અમેરિકામાં બેરોજગારી ૮૦ વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નિર્દેશક કેરિસા ઇટિને અમેરિકાના નવા એપી સેન્ટર બનવાની વાત કરીને જણાવ્યું કે, હાલના સમયમાં અમેરિકામાં લોકડાઉન જેવા પ્રતિબંધોમાં છુટછાટ આપવાનો નથી સામાન્ય રીતે એવા સમયે જ્યારે બ્રાઝીલ અને લેટીન અમેરિકી દેશોમાં કોરોનાની થતાં મૃત્યુની સંખ્યા સતત વધી રહી છે. તેઓએ બ્રાઝીલમાં લાંબાસમય સુધી સ્થિતિ વધુ કથળશે એવી ચેતવણી આપી છે. આ બધાની વચ્ચે બેરોજગારીનો દર ૧૪.૭ના ઉંચા સ્તરે પહોંચી ગયો છે. સરકારે કંપનીઓ પાસેથી એવા કર્મચારીઓના રિપોર્ટ માંગ્યા છે જે બોલાવ્યા છતાં નોકરી પર આવી રહ્યા નથી.

કોરોનાના લીધે વિશ્વમાં ઘોર મંદીને જોઇને અનેક દેશોએ બેરોજગારો અને અસ્થાયી કર્મચારીઓને કામ ન મળવાના લીધે ભથ્થુ આપવા મજબુર બન્યા છે.

(12:53 pm IST)