Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ગરમી ભુક્કા બોલાવશે : સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય મહારાષ્ટ્ર્ના અનેક વિસ્તારો અગનગોળો બનશે

૨૪ કલાક દરમિયાન ગરમીનું પ્રમાણ વધશે: બે દિવસ બાદ ગરમીમાં રાહત મળશે

અમદાવાદ : હવામાન ખાતાના જણાવ્યા મુજબ કચ્છ સહિત સૌરાષ્ટ્ર, મધ્ય મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આવનારાં ૨૪ કલાક દરમિયાન ગરમીનું પ્રમાણ વધશે. ઉત્તર અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં ફરી વળેલું ગરમીનું મોજું આગામી ૨૪ કલાક યથાવત રહેશે.

કચ્છના ઘણા ખરા મથકો ૪૨ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયા છે એમ જણાવતાં હવામાન ખાતાએ કહ્યું હતું કે હવે આવનારા ૨૪ કલાક દરમિયાન આ પરિસ્થિતિમાં ફેરફાર થવાની શકયતા નહિવત છે.
૨૯ અને ૩૦મી મેએ ગરમીમાંથી થોડી રાહત મળવાની શકયતા છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ સમયગાળા દરમિયાન ઉત્તર ભારતમાં ધૂળની ડમરીઓ અને વાવાઝોડાની અસર જોવા મળે તેવી શકયતા છે.

(12:17 pm IST)