Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

મોટા લોન ડીફોલ્ટરોના નામ જાહેર કરશે રિઝર્વ બેન્ક

કેન્દ્રિય સુચના આયોગનો આદેશ

નવી દિલ્હી તા. ર૮: કેન્દ્રિય સુચના આયોગ (સીઆઇસી) ના આદેશ પછી રિઝર્વ બેન્ક મોટા લોન ડીફોલ્ટરોના નામ જાહેર કરશે. એક સામાજીક કાર્યકર્તાની અપીલ પર સીઆઇસીએ સમાધાન પ્રક્રિયા માટે મોકલેલા લોન ડીફોલ્ટરોના નામો જાહેર કરવાનો આદેશ આપ્યો છે.

ર૦૧૭માં આરબીઆઇના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યએ કહ્યું હતું કે કેટલાક લોન ડીફોલ્ટરોના ખાતાઓ સમાધાન માટે બેંકો પાસે મોકલવામાં આવ્યા હતા.

આરબીઆઇ એ બેંકોને કુલ રપ ટકા એનપીએ વાળા ૧ર મોટા ખાતા વિરૂધ્ધ નાદારી અરજી તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો. સામાજીક કાર્યકર્તાએ આ ડીફોલ્ટરોની યાદી માંગી હતી જેનો ઉલ્લેખ ડેપ્યુટી ગવર્નરે કર્યો હતો.

સેન્ટ્રલ બેંકે સામાજીક કાર્યકર્તાને ગુપ્તતાનો હવાલો આપીને માહિતી આપવાની ના પાડી હતી. ત્યાર પછી કાર્યકર્તાએ સીઆઇસીમાં ફરીયાદ કરી હતી જયાં સુચના આયુકત સુરેશ ચંદ્રાએ કહ્યું કે આ કેસ આરબીઆઇ અધિનિયમની કલમ ૪પસી અને ઇ હેઠળ આવે છે. જેમાં બધી બેંકોની જમા ક્રેડીટની માહિતી ગુપ્ત માનવામાં આવશે. પણ આરબીઆઇ એ આવા મોટા ડીફોલ્ટરોના નામ જાહેર કરવાના રહેશે. જેમના કારણે સમાજને નુકશાન થયું હોય.

(3:43 pm IST)