Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ભારતમાં વિશ્વનો સૌથી મોટો સોલાર પ્રોજેકટ

વિશ્વના ૧૪ સૌથી મોટા સૌર ઉર્જા પ્રોજેકટો માંહેના પ ભારતમાં: ૩પ૦૦ મે.વોટ વિજળી ઉત્પન્ન થશે

નવી દિલ્હી : ભારત સૌર ઉર્જા મામલે દુનિયામાં એક ઉદાહરણ પુરું પાડવાની તૈયારી કરી રહ્યું છે. દેશમાં દુનિયાનો સૌથી મોટો સૌર ઉર્જા પ્રોજેકટ શરૂ થશે. તે સિવાય દુનિયાના સૌર ઉર્જાના જે ૧૪ મોટા પ્રોજેકટ શરૂ થવાના છે. તેમાંથી પ પ્રોજેકટ ભારતમાં સ્થપાશે. જેનાથી ૭પ૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન થશે.

ઇન્સ્ટીટયુટ ફોર એનર્જી ઇકોનોમીકસ એન્ડ ફાઇનાન્સીયલ એનાલીસીસના રીપોર્ટમાં દુનિયાભરના મેગા સોલર પ્રોજેકટની માહિતી આપવામાં આવી છે.

આ પ્રોજેકટ ભારતમાં બની રહ્યો છે અને તે ર૦ર૦ સુધીમાં પુરો થવાની શકતા છે.

અત્યારે દુનિયાનો સૌથી મોટો સોલાર પ્રોજેકટ ચીનમાં કાર્યાન્વિત છે. ભારત ટુંક સમયમાં જ તેને પાછળ રાખી દેશે.

(4:05 pm IST)