Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

અમેરિકાએ સહાય બંધ કરતાં પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કથળી :ચીન પાસે માંગી 135 અબજની લોન

ચીન પાસેથી લોન લઇને ઝડપથી ઘટી રહેલા મુદ્રા ભંડારને બચાવશે

નવી દિલ્હી :પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કથળી છે અમેરિકાને સહાય બંધ કરતા પાકીસ્તાને હવે ચીન પાસે મદદનો હાથ લંબાવ્યો છે વખતે પાકિસ્તાને ચીન પાસે 135 અબજ રૂપિયાની લોન માગી છે.

    સ્થાનિક ન્યૂઝ પેપર ડોનના એક અહેવાલમાં એવો દાવો કરાયો કે ચીન અને તેની સરકારી બેંકો દ્વારા પાકિસ્તાનને આપવામાં આવતી લોન જુન સુધી 5 અબજ ડોલર સુધી પહોંચશે, કહેવામાં આવી રહ્યું છે કે ચીન પાસે લોન માગવા પાછળનું કારણ અમેરિકાએ પાકિસ્તાનને આપવામાં આવતી તમામ મદદ બંધ કરવાનું હોઇ શકે છે.

  ચીન પાસેથી લોન લઇને ઇસ્લામાબાદ પોતાના ઝડપથી ઘટી રહેલા મુદ્રા ભંડારને બચાવવાના પ્રયાસ કરશે. ગત વર્ષે મેમાં પાકિસ્તાન પાસે 16.4 અબજ ડોલર વિદેશી મુદ્રા ભંડાર હતું, જે ગત સપ્તાહે ઘટીને 10.3 અબજ ડોલર પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે લોન એવા સમયે માગવામાં આવી છે, જ્યારે વર્ષે એપ્રિલમાં ચીનની કોમર્શિયલ બેંકોએ પાકિસ્તાન સરકારને 1 અબજ ડોલરની લોન આપી હતી.

   વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો અને પાકિસ્તાનના ચાલુ ખાતામાં નુકશાન વધવાને કારણે આર્થિક નિષ્ણાંતોનું માનવું છે કે જુલાઇમાં યોજાનારી સામાન્ય ચૂંટણી બાદ પાકિસ્તાનને ફરી બેલઆઉટ પેકેજ માટે ઇન્ટરનેશનલ મોનેટરીંગ ફંડનો દરવાજો ખખડાવવો પડશે, અગાઉ પાકિસ્તાન વર્ષ 2013માં પણ ઇન્ટરનેશનલ મોનેટરીંગ ફંડ પાસેથી 6.7 અબજ ડોલરની મદદ માગી હતી

   પાકિસ્તાનના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે મને લાગી રહ્યું છે કે મહિને અમને 1થી બે અબજ ડોલરની મદદ મળશે, ફંડ ચીન સરકાર દ્વારા ચલાવવામાં આવતી સંસ્થાઓ તરફથી મળશે. એક અન્ય અધિકારીએ પણ સ્પષ્ટતા કરી કે પાકિસ્તાન 2 અબજ ડોલરના ફંડિંગ માટે પેઇચિંગ સાથે ગંભીરતાથી વાતચિત કરી ચૂક્યું છે. જો કે પાકિસ્તાનના આર્થિક મંત્રાલયે હાલ કોઇ ટિપ્પણી કરી નથી

(2:50 pm IST)