News of Monday, 28th May 2018

ગિલગિત-બાલ્ટિસ્તાન મામલે પાકિસ્તાનના આદેશ પર ભારત કાળઝાળ : નાયબ હાઈકમીશ્નરને સમન્સ આપી નોંધાવ્યો વિરોધ

ગિલગિત-બાલ્ટિસ્તાન સહિત જમ્મૂ-કાશ્મીર રાજ્ય ભારતનો અભિન્ન હિસ્સો

નવી દિલ્હીઃ પાકિસ્તાન તરફથી ગિલગિત-બાલ્ટિસ્તાનને મુદ્દે કરાયેલ આદેશ સામે  ભારતે જોરદાર વિરોધ નોંધાવ્યો છે પાકિસ્તાનના નાયબ હાઇ કમિશનરને સમન્સ આપીને વિરોધ નોંધાવતા ભારતે પાક અધિકારી સૈયદ હૈદર શાહને કહ્યું કે, પાકિસ્તાન તરફથી કબજામાં લીધેલા ભારતના કોઈપણ ભાગને રાજ્યમાં પરિવર્તિત કરવાનો કોઈ કાયદાકિય આધાર નથી.

  ઇસ્લામાબાદ તરફથી કથિત ગિલગિત-બાલ્ટિસ્તાન ઓર્ડરને લઈને ભારતે આ આકરો સંદેશ પાકિસ્તાનને આપ્યો છે. વિદેશ મંત્રાલય તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું કે, શાહને જણાવાયું છે 1947ના વિલય પ્રસ્વાત પ્રમાણે ગિલગિત-બાલ્ટિસ્તાન સહિત જમ્મૂ-કાશ્મીર રાજ્ય ભારતનું અભિન્ન હિસ્સો છે. 

   અત્રે ઉલ્લેખનીય છે કે 21 મેએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકન અબ્બાસીએ ગિલગિત-બાલ્ટિસ્તાન પર આદેશ જારી કરીને સ્થાનિક પ્રશાસનથી અધિકારીઓને પરત બોલાવતા પાક સરકારના હાથમાં વધુ સત્તા સોંપવાની વાત કરી હતી. પાકિસ્તાન દ્વારા કરાયેલ  આ આદેશનો ઘણા માનવાધિકાર સંગઠન પણ વિરોધ કરી રહ્યાં છે. 

  વિદેશ મંત્રાલયે કહ્યું, રાજ્યના કોઈપણ ભાગને, જેના પર પાક તરફથી બળજબરીથી કબજો કરવામાં આવ્યો છે તેને રાજ્યમાં બદલવાનો પ્રયાસ કરવાનો કોઈ કાયદેસરનો આધાર નથી. આ સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે. મંત્રાલયે કહ્યું, પાકિસ્તાને પોતાના કબજાવાળા વિસ્તારોને રાજ્યમાં પરિવર્તિત કરવાની જગ્યાએ ગેરકાયદે કબજો ખતમ કરવો જોઈએ. તેણે કબજો કરેલા ગેરકાયદે વિસ્તારને ખાલી કરી દેવો જોઈએ. 

   મંત્રાલયે કહ્યું કે, અમે પાકિસ્તાનના નાયબ હાઈ કમિશનરને તે પણ જણાવ્યું કે, તેવું કોઈપણ પગલું પાક તરફથી ગેરકાયદે રૂપથી કબજો કરેલા જમ્મૂ-કાશ્મીરના કોઈપણ ભાગમાં તેના અતિરેકને છૂપાવી શકશે નહીં. તેના દ્વારા આ વિસ્તારમાં માનવઅધિકારોનું ઉલ્લંઘન, પજવણી અને લોકોની આઝાદીને ખારિજ કરી છે. આ પ્રકારનું પગલું ભરીને હકિકતને છુપાવી શકાતી નથી.

(12:00 am IST)
  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહાએ મોદી સરકારના ચાર વર્ષ પુરા થવા પ્રસંગે પાર્ટીને નિશાને લીધી :શોટગને કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં ભાજપની ઉપલબ્ધી રહી છે માત્ર વાયદા વાયદા અને વધુ વાયદા કરવા : શત્રુઘ્ને ટ્વીટર પર લખ્યું કે મને એવો સવાલ પુછાઈ રહ્યો કછે કે મોદી સરકારની ચાર વર્ષની ઉપલબ્ધી શું છ? તો મારો જવાબ છે કે કામ નહીં પરંતુ માત્ર વાયદો કરવો : શત્રુઘ્નસિંહાએ કહ્યું કે તેની પાર્ટી વાયદા અને વાયદા અને માત્ર વાયદા કરવામાં સૌથી અવ્વલ નંબરની પાર્ટી બની છે. access_time 7:15 am IST

  • ભારતીય વાયુસેના માટે રશિયા પાસેથી એસ-400 ટ્રિમફ વાયુરક્ષા મિસાઈલ ખરીદવા માટે કિંમત બાબતે વાતચીત પૂર્ણ :સોદો અંદાજે 40,000 કરોડમાં નક્કી થયાના અહેવાલ :હવે બન્ને દેશો અમેરિકાના કાનૂનના પ્રાવધાનોથી બચવાના તરીકા શોધી રહ્યાં છે :આ સોદાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ઓક્ટોબરમાં થનાર વાર્ષિક શિખર સંમેલનમાં થવાની શકયતા છે . access_time 11:32 pm IST

  • પાકિસ્તાની કાકલુદી બાદ ચીને નિભાવી દોસ્તી :પાકિસ્તાનને અપાયેલા 50 કરોડ ડોલરના લોનની શરતોમાં ચીને આપી છૂટછાટ આપવા સહમત ;આ એ સમયે રાહત આપી છે જયારે પાકિસ્તાનનું વિદેશી મુદ્રા ભંડાર છેલ્લા પાંચ વર્ષમાં 44 અબજ ડોલરના કર્જ લેવા છતાં કથળ્યું છે access_time 1:04 am IST