Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

હવે નોટબંધીને નીતીશકુમારે વખોડી :નીતીશકુમારે કહ્યું બેંકોની ભૂમિકાને કારણે ફાયદો થયો નથી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારને 26મી મેનાં રોજ ચાર વર્ષ પૂર્ણ થયા ત્યારે વડાપ્રધાન મોદીએ નોટબંધીના ફેંસલાને યોગ્ય અને હિંમતભર્યું ગણાવ્યું છે.આ નિવેદનના બીજા જ દિવસે બિહારમાં ભાજપના સહયોગીએ આ નિર્ણય પર સવાલો ઉઠાવ્યાં છે
   બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તેની નિષ્ફળતા અંગે બેંકોને જવાબદાર ગણાવી છે. બેંકોની ભૂમિકાના કારણે જ નોટબંધીનો લાભ જેટલો મળવો જોઈતો હતો તેટલો મળ્યો નથી

  અત્રે ઉલ્લેખનીય છે કે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે જયારે નોટબંધી લાગુ કરાઈ ત્યારે વડાપ્રધાનના આ પગલાંને યોગ્ય ગણાવ્યું હતું

(8:46 am IST)