Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

વાંદરા પર સફળ નીવડી કોરોના વેક્સીન : અઠવાડીયામાં ભારતમાં પરિક્ષણ કરાશે!

વેક્સિનના કેટલાક લાખ ડોઝ સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ થઈ જશે

 

નવી દિલ્હી : દુનિયાભરના વૈજ્ઞાનિક અને શોધકર્તા કોરોના વાયરસને ખતમ કરવા માટે વેક્સિન બનાવવામાં લાગ્યા છે. જોકે, વેક્સિન બજારમાં આવે તે પહેલા તેને ઘણા ટ્રાયલમાંથી પસાર થવું પડે છે, ત્યારબાદ લોકો માટે ઉપલબ્ધ થઈ શકે છે. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી તેના પર ઝડપથી કામ કરી રહી છે. ગત અઠવાડીએ તેણે કોરોના વેક્સિનનું હ્યુમન ટ્રાયલ શરૂ કરી દીધુ છે.

 

  કોરોના વેક્સિન બનાવવાનો દાવો કરનાર મોટાભાગના દેશ હાલમાં નાના-નાના સમૂહ પર ક્લિનિકલ ટ્રાયલ કરી રહ્યા છે. તો ઓક્સફર્ડ યુનિવર્સિટી મે મહિનાના અંત સુધીમાંહજારો હ્યુમન પર ટ્રાયલ કરવાની તૈયારીમાં છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, વેક્સિન બનાવવાની રેસમાં બ્રિટન સૌથી આગળ નીકળી ગયું છે. ઓક્સફર્ડની બનાવેલી વેક્સિન વાંદરા પર પુરી રીતે કારગર સાબિત થઈ છે. સપ્ટેમ્બર સુધી બજારમાં આવી જશે વેક્સિનના કેટલાક લાખ ડોઝ
   ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટનું માનીએ તો, વેક્સિનના કેટલાક લાખ ડોઝ સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ થઈ જશે, જે બાકી તમામ દેશોના મુકાબલે કેટલાક મહિના પહેલા હશે. જોકે, તેના માટે વેક્સિનનું હ્યુમન ટ્રાયલ પણ તેના માટે કારગર સાબિત થવું જરૂરી છે.

વેક્સિનના ઉ્પાદન માટે ભારતની સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા ઓક્સફર્ડ યુનિવર્સિટીની સાથે મળીને કામ કરી રહી છે. ઈન્સ્ટીટ્યુટ પહેલા પણ ઓક્સફોર્ડ યૂનિવર્સિટી સાથે મેલેરિયા વેક્સિન પ્રોજેક્ટ પર કામ કરી ચુકી છે.કંપનીના મુખ્ય કાર્યકારી અધીકારી અદાર પૂનાવાલાએ કહ્યું કે, અમને કોવિડ-19ની વેક્સિન સપ્ટેમ્બર ઓક્ટોબર સુધીમાં બજારમાં આવી જવાની પુરી આશા છે. અમે આગામી બે ત્રણ અઠવાડીયામાં રસીનું પરીક્ષણ ભારતમાં પણ શરૂ કરી દઈશું. પહેલા મહિના ઉત્પાદન ક્ષમતા પ્રતિ માસ 50 લાખ ખોરાક રહેશે. ત્યારબાદ અમે ઉત્પાદન વધારી પ્રતિ માસ એક કરોડ ખોરાક કરી લેશું.

(11:24 pm IST)