Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

પશ્ચિમ બંગાળમાં લોકડાઉનનું ઉલ્લંઘન અટકાવવા ગયેલ પોલીસ પર ટોળાનો હુમલો : બોટલ ફેંકી; ગાડીમાં તોડફોડ

ટોળાને નિયંત્રિત કરવા ગયેલી પોલીસ અને RAFના કર્મચારીઓ પર ટોળાએ હુમલો કર્યો

 

હાવડા: કોરોનાના સંક્રમણને રોકવા માટે દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. પોલીસ કર્મી લોકોના જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકી તેમની ડ્યુટી કરી રહ્યાં છે ત્યારે પશ્ચિમ બંગાળના હાવડામાં લોકડાઉન ઉલ્લંઘન રોકવા ગયેલી પોલીસ પર ભીડે હુમલો કર્યો હતો. પથ્થરમારો કરવાની સાથે બોટલ પણ ફેંકી હતી. પોલીસની ગાડીમાં પણ તોડફોડ કરી હતી.

હાવડાના ટિકિયાપાડામાં લોકડાઉન તોડી મોટી સંખ્યામાં ટોળું એકઠું થયું હતું. ટોળાને નિયંત્રિત કરવા ગયેલી પોલીસ અને RAFના કર્મચારીઓ પર ટોળાએ હુમલો કર્યો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ટાળાનો પોલીસ કર્માચીરીઓ પર પથ્થરમારો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

(11:22 pm IST)