Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કેરળ હાઇકોર્ટે સરકારી કર્મચારીઓની સેલરી કાપના આદેશ પર લગાવી રોક

રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓની સેલરી દર મહીને 6 દિવસો માટે કાપનો આદેશ આપ્યો હતો

કેરળ હાઇકોર્ટે રાજ્ય સરકારના એ આદેશ પર બે મહીના માટે રોક લગાવી દીધી છે જેમા રાજ્ય સરકારે કોરોનાને કારણે નાણાકીય સંકટનો હવાલો આપીને સરકારી કર્મચારીઓનો પગાર કાપવાનો આદેશ આપ્યો હતો. કેરળ સરકારે એપ્રિલ 2020થી પાંચ મહીના માટે સરકારી કર્મચારીઓની સેલરી દર મહીને 6 દિવસો માટે કાપનો આદેશ આપ્યો હતો.

23 એપ્રિલે જાહેર એક આદેશમાં નાણા વિભાગે કહ્યું હતું કે 20,000 રૂપિયા મહીને કે તેથી વધારે વેતન વાળા સરકારી અને સરકારી સ્વાયત્ત એકમના તમામ કર્મચારીઓના માસિક વેતનના 6 દિવસની ચૂકવણી એપ્રિલ 2020થી આવનારા 5 મહીના સુધી સ્થગિત કરવામાં આવે છે.

રાજ્ય સરકારના આ આદેશને ઘણી સંસ્થાઓ અને કર્મચારીઓના સંગઠનોએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. તેના પર સુનાવણી કરતા જસ્ટિસ બેચૂ કુરિયન થૉમસની એકલ પીઠે કહ્યું કે આ આદેશ, પ્રથમ દ્રષ્ટીએ કાયદાની કોઇ જોગવાઇ દ્વારા સમર્થિત નથી.

(11:06 pm IST)