Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો

આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સોના ચાંદીના ભાવમાં દબાણ

 

નવી દિલ્હી : સોના સાથે ચાંદીના વાયદાના ભાવમાં મંગળવારે ઘટાડો નોંધાયો હતો. મંગળવારે સાંજે એમસીએક્સ પર પાંચ મે 2020ના ચાંદીના વાયદાની કિંમત 0.64 ટકા અથવા 267 રૂપિયાના ઘટાડા સાથે 41,690 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્ડ કરી રહી હતી. સિવાય એમસીએક્સ પર મંગળવારે સાંજે 3 જૂલાઇ 2020ના ચાંદીના વાયદાનો ભાવ 0.40 ટકા એટલે કે 169 રૂપિયાના ઘટાડા સાથે 42,351 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં  પણ મંગળવારે સાંજે સોનાની હાજર કિંમતમાં ઘટાડો નોંધાયો હતો. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, મંગળવારે સાંજે સોનાના વૈશ્વિક ભાવ 0.13 ટકા એટલે કે 2.25 ડોલરના ઘટાડાની સાથે 1,711.74 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. સાથે સોનાના વૈશ્વિક વાયદાના ભાવ મંગળવારે સાંજે કોમેક્સ પર 0.12 ટકા એટલે કે 2 ડોલરના વધારાની સાથે 1725.80 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. સિવાય ચાંદીના વૈશ્વિક હાજર ભાવ મંગળવારે 0.07 ટકા અથવા 0.01 ડોલરના ઘટાડા સાથે 15.20 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેન્ડ કરી રહ્યા હતા.

(10:41 pm IST)