Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કોરોના મહામારીમાં લડવા ભારત માટે ADBએ 1.5 અબજ ડોલરની મંજૂર કરી

આર્થિક નબળા વર્ગ માટે રોગ નિવારણની પ્રાથમિકતાઓ માટે લોનને મંજૂરી અપાઇ

 

નવી દિલ્હી : એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) ભારત સરકાર માટે 1.5 અબજ ડોલરની લોનને મંજૂરી આપી છે. ADB કોરોના વાયરસની મહામારી સામે લડવામાં મદદ માટે ભારતને 1.5 અબજ ડોલરની લોન મંજૂર કરી છે.

ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે રોગ નિવારણની પ્રાથમિકતાઓ તેમજ તાત્કાલિક સહકાર માટે લોનને મંજૂરી આપવામાં આવી છે. ADBના પ્રમુખ મત્સુગુ અસકાવાએ કહ્યું કે અમે અભૂતપૂર્વ પડકારને પહોંચી વળવા ભારત સરકારને સમર્થન આપવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ.

તેમણે કહ્યું કે મોટા પેકેજમાંથી રકમ તાત્કાલિક મદદ માટે આપવામાં આવી રહી છે. ADB ભારતની કટોકટી જરૂરિયાતોમાં મદદ કરવા પ્રતિબદ્ધ છે. અમે આરોગ્ય ક્ષેત્ર અને ગરીબ, અનૌપચારિક કામદારો, નાના અને મધ્યમ ઉદ્યોગો અને નાણાકીય ક્ષેત્ર પર મહામારીના આર્થિક પ્રભાવને ઘટાડવા માટે તાત્કાલિક સહાય માટે 2.2 અબજ ડોલરની સહાય કરવાની તૈયારી કરી રહ્યા છીએ.

(10:33 pm IST)