Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

લોકડાઉનમાં કર્મચારીઓની આર્થિક સ્થતિ કથળી : 8.2 લાખ લોકોએ પીએફમાંથી નાણાં ઉપાડ્યા

આશરે 8.2 લાખ સભ્યોએ પોતાનું ઘર ચલાવવા માટે 3,243.17 કરોડ રૂપિયા નિકાળ્યા

નવી દિલ્હી : કોરોના વાયરસની મહામારીને લઇને લાગુ કરાયેલ લૉકડાઉનમાં કર્મચારીઓની આર્થિક સ્થિતિ ખરાબ થતી જાય છે આ લૉકડાઉન દરમિયાન અત્યાર સુધી લગભગ 8.2 લાખ કર્મચારીએ પોતાના EPF ખાતામાંથી પૈસા નિકાળી ચુક્યા છે.

 કોરોના વાયરસ પર કાબૂ મેળવવા માટે કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે લોકોની આર્થિક સમસ્યાઓનો અંદાજો એ પરથી જ લગાવવામાં આવી શકે છે હવે એમને પોતાના પીએફ અકાઉન્ટથી પૈસા નિકાળીને ઘર ચલાવવું પડી રહ્યું છે. EPFO અને ખાનગી PF ફંડ્સના આશરે 8.2 લાખ સભ્યોએ પોતાનું ઘર ચલાવવા માટે 3,243.17 કરોડ નિકાળ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને 28 માર્ચના નિર્ણયમાં આ યોજનાના અંશધારક કર્મચારીઓને લૉકડાઉનના કારણે સમસ્યા સામે લડવા માટે આંશિક ક્લિયરન્સની મંજૂરી આપી હતી. 
શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, 'કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આવનાર ઇપીએફઓએ કુલ 12.91 લાખ દાવાનો નિપટારો કર્યો છે, જેમાં કોવિડ-19 સંકટમાં જાહેર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પેકેજ હેઠળ આપવામાં આવેલી છૂટથી સંબંધિત 7.40 લાખ દાવા સામેલ છે.' આ દાવા હેઠળ કુલ 4684.52 કરોડ રૂપિયાની રકમ સામેલ છે, જેમાં પીએમજીકેવાઇ પેકેજ હેઠળ 2,367.65 કરોડ રૂપિયાનો દાવો સામેલ છે.

(9:50 pm IST)