Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ડોલરની સામે રૂપિયો સસ્તો થતા NRI નું પ્રોપર્ટીમાં રોકાણ વધ્યું : લોકડાઉન પૂરું થયા પછી પણ રોકાણ વધવાની શક્યતા

મુંબઈ : દેશમાં લોકડાઉન લાગુ થયાના એક માસ પહેલા મુંબઈ સહિતના શહેરોમાં વેચાયેલી પ્રોપર્ટીઓમાં મોટા ભાગના ખરીદનાર એન.આર આઇ હતા. જેના કારણમાં ડોલરની સામે રૂપિયો સસ્તો થવાથી પ્રોપર્ટીમાં રોકાણ વધુ વળતરદાયી જણાયું હતું.
લોકડાઉન સમય દરમિયાન પણ એન.આર આઇ માટે ઓનલાઇન સર્વે માટે પૂરતો  સમય હોવાથી લોકડાઉન પૂરું થયા પછી પણ પ્રોપર્ટી માર્કેટમાં એન.આર આઇ ની ખરીદી નીકળશે  તેવું બીલ્ડરોનું માનવું  છે.

(8:40 pm IST)