Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

લોકડાઉન હળવું થયા પછી પણ અનુશાસનમાં રહેજો : સરકારની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરજો : પૉપ ફ્રાંસીસની અનુયાયીઓને અપીલ

વેટિકન સીટી : વિશ્વના અમુક શહેરોમાં લોકડાઉનમાંથી આપવામાં આવી રહેલી અંશતઃ છુટ્ટી દરમિયાન લોકોને હજુ પણ અનુશાસનમાં રહીને સરકારી સૂચનાઓનું પાલન કરવા વેટિકન સિટીથી નામદાર  પૉપ ફ્રાન્સિસે અનુયાયીઓને અપીલ કરી છે.
        તેમણે જણાવ્યું છે કે જો સ્વયંશિસ્તનું આચરણ નહીં કરવામાં આવે તો મહામારી ફરીથી ફેલાઈ શકે છે.ખાસ કરીને એક સાથે સમૂહમાં પ્રેયર કરવા ઉપર અમુક દેશોમાં મુકાયેલા પ્રતિબંધ સામે વાંધો ઉઠાવનાર અનુયાયીઓને તેમણે ઉપરોક્ત સૂચના આપી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:58 pm IST)