Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ન્યૂઝીલૅન્ડે કોરોના વાઇરસ સામેનો જંગ જીતી લીધો મધરાતથી લોકડાઉનમાં કેટલીક છૂટછાટ અપાશે

ન્યૂઝીલૅન્ડ,તા.૨૮: વડાપ્રધાન જૅસિન્ડા અર્ડને કહ્યું છે કે તેમના દેશમાં એવો કોઈ પણ મામલો નથી કે જેની અત્યાર સુધી તપાસ કરવામાં આવી ન હોય. તેમણે દાવો કર્યો છે કે ન્યૂઝીલૅન્ડે કોરોના વાઇરસ વિરુદ્ઘનો જંગ જીતી લીધો છે.

ન્યૂઝીલૅન્ડમાં મધરાતથી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવશે. આરોગ્ય વિભાગના ડાયરેકટર જનરલ ડૉકટર એશ્લે બ્લૂમફિલ્ડે જણાવ્યું છે કે 'દેશે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી લીધું છે.' જોકે, એમણે એવું પણ ઉમેર્યું કે આનો એવો અર્થ નથી થતો કે હવે દેશમાં સંક્રમણમો કોઈ કેસ નથી. તેમણે કહ્યું, ''આનો એવો અર્થ થાય છે કે અમને ખ્યાલ છે કે કેસો કયાંથી આવી રહ્યા છે.''

ન્યૂઝીલૅન્ડમાં સોમવારે એક નવો કેસ સામે આવ્યો હતો અને એક મૃત્યુ નોંધાયું હતું. દેશમાં ૧૫૦૦ કરતાં પણ ઓછા કેસો નોંધાયા છે અને આમાંથી ૮૦ ટકા દરદીઓ સાજા થઈ ગયા છે. અત્યાર સુધી અહીં કોરોના વાઇરસને લીધે ૮૦ લોકોનાં મૃત્યુ થયાં છે.

(4:03 pm IST)