Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

મેરેજની મોસમમાં માસ્ક છવાયા

રવિવારે અખાત્રીજ હતી અને આ દિવસ લગ્નના મૂહુર્ત માટે ઉત્ત્।મ હોય છે, પણ આ વખતે લોકડાઉનને કારણે ભારતમાં હજારો લગ્નો મોકૂફ રહ્યાં હતાં. જોકે કેટલાક ઉત્સાહી યુગલો આ સપરમા દિવસનો અવસર જવા દેવા માગતા નહોતા તેમણે ખૂબ સાદગીથી એક પંડિત અને ચાર પરિવારજનોની હાજરીમાં લગ્નો પાર પાડ્યાં હતા. જબલપુરમાં આવું જ એક યુગલ સાદગીથી લગ્ન કરી રહ્યું છે અને બન્નેના મોં પર માસ્ક છે. જયારે અમૃતસરમાં એક દુલ્ડો નોટોની માળા પહેરીને પરણવા માટે પગે ચાલીને ગુરુદ્વારા જઈ રહ્યો છે અને તેની બારાતમાં જે બે-ત્રણ જણ જોડાયા છે એ બધાએ પણ માસ્ક પહેર્યો હતો.

(3:29 pm IST)