Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

સોશ્યલ ડિસ્ટન્સિંગનો સંદેશ ફેલાવતી મસ્ત મોટર સાઇકલ

નવી દિલ્હી,તા.૨૮: પાર્થ નામના લોકડાઉન દરમ્યાન ત્રિપુરાના અગરતલાના એક યુટયુબરે એક ઇલેકિટ્રક મોટરબાઇક તેયાર કરી છે, જેને સોશ્યલ ડિસ્ટન્સિંગનો સંદેશ પ્રસારવા માટે કોવિડ-૧૯ બાઇક નામ આપ્યું છે.

તેણે એક મોટરબાઇક તૈયાર કરી છે. પેટ્રોલથી ચાલતી બાઇકમાં થોડા સુધારા કર્યા છે. સાઈકલની સીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં બે સીટ વચ્ચે ઓછામાં ઓછું એક મીટરનું અંતર છે. પેટ્રોલ એન્જિનને બદલે ૪૮ વોલ્ટની બેટરી સાથે ૭૫૦ વોટની ડીસી મોટરનો ઉપયોગ કરાયો છે, જે આ બાઇકને ઇલેકિટ્રક બાઇકમાં રૂપાંતરિત કરે છે. આ મોટરબાઇક વેપારી હેતુસર નહીં, પરંતુ સોશ્યલ ડિસ્ટન્સિંગનો સંદેશ ફેલાવવા માટે તૈયાર કરાઈ છે. આ બાઇક ત્રણ કલાકના ચાર્જિંગ પછી લગભગ ૮૦ કિલોમીટર સુધી ચાલે છે.

(3:28 pm IST)