Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ફરજ સાથે પ્રાર્થના : લોકડાઉનમાં રોઝુ રાખનારા એએસઆઇએ રસ્તાના કિનારે નમાઝ અદા કરી

નવી દિલ્હી તા. ૨૮ : ગુંટૂર (આંધ્ર)ના લાલાપેટ પોલીસ સ્ટેશનમાં તૈનાત કરીમુલ્લા અસિસ્ટેન્ટ સબ ઈન્સપેકટર છે. દેશભરમાં લોકડાઉનની વચ્ચે શનિવારથી રમજાન મહિનાની શરૂઆત થઈ ગઈ છે. જેમાં મુસ્લિમ સમુદાયના લોકો રોજા રાખે છે. કરીમુલ્લા પણ રોજા રાખી રહ્યા છે.

લોકડાઉનમાં એએસઆઇ કરીમુલ્લાની ડ્યૂટી ચેક પોસ્ટ પર લાગી છે. રવિવારે પણ તેઓ પોતાની ડ્યૂટી પર હતા. તેમનો રોજા પણ હતો. આમ, તેઓ રોજાની સાથે સાથે ડ્યૂટી પણ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ડ્યૂટી પોઈન્ટની પાસે જ એક ખુલ્લા રસ્તાના કિનારે નમાજ પણ અદા કરી. જે વખતે કરીમુલ્લા નમાજ અદા કરી રહ્યા હતા, ત્યારે અન્ય પોલીસકર્મીએ ચેક પોસ્ટ સંભાળી હતી. ડ્યૂટીની સાથે પ્રાર્થના કરી રહેલા આ પોલીસકર્મીની તસવીર વાયરલ થઈ રહી છે. જોકે, અમુક લોકો તેના પર સવાલ પણ ઊભા કરી રહ્યા છે.

(3:27 pm IST)